સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:42 IST)

મુસ્લિમ બિરાદરોએ પગપાળા અંબાજી જતા યાત્રાળુઓને ભોજન પીરસ્યું, સૌહાર્દની ભાવનાને ઉજાગર કરી

ભાદરવી પૂનમના મેળામાં જઇ રહેલ પદયાત્રીઓની સેવા સુવિધા અર્થે ઠેરઠેર વિસામા ચાલી રહ્યા છે. શહેરના પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ પદયાત્રીઓને ભોજન પીરસી સેવાનો લાભ લીધો હતો.સૌહાર્દનો સંદેશ આવ્યો હતો. પદયાત્રીઓની સેવાનો લ્હાવો લેવાનો આનંદ અને સંતોષ સાહજીક રીતેજ ચહેરા પર દ્રષ્ટિગોચર થતો હતો. પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ ભોજન પીરસી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. પ્રતિદિન હજારોની સંખ્યામાં જઇ રહેલ પદયાત્રીઓ માટે જીલ્લામાં ઠેરઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે પણ ચા-નાસ્તાથી માંડી જમવાની સુવિધા, માલીશ, મેડીકલ હેલ્પ વ્યવસ્થા સહિતના વિસામા દિવસ-રાત ધમધમી રહ્યા છે. પોલીસ હેડ ક્વોટર્સ ખાતે સંપૂર્ણ ભોજન સાથેનો સેવાયજ્ઞ ચલાવાઇ રહ્યો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત શહેરીજનો પણ પદયાત્રીઓની સેવા કરવાનો લ્હાવો લઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથ સાથે અને માતાજીની આરતી સ્તવન, સ્તુતિનું ગાન કરતા જઇ રહ્યા હોવાને કારણે જીલ્લામાં પદયાત્રીઓના અવિરત પ્રવાહથી માનવ સાંકળ રચાઇ ચુકી છે.