શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (14:45 IST)

જર્સી ગાયના છાણમાં રહેલા જીવાણુંઓથી રોગચાળો ફેલાતો હોવાનું રિસર્ચ

ગાંધીનગરમાં યોજાયેસ ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીની પાંચ દિવસની શિબિરમાં ખેડૂતોને નવું નવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી જર્સી ગાયને લઈને થયેલા એક રિસર્ચની

માહિતી પણ આપવામાં આવી હતી. ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જર્સી ગાય પશુપાલકોની પસંદગી રહી છે. જોકે, જર્સી ગાય મામલે ધીરેધીરે પશુપાલકો અને વૈજ્ઞાાનિકોનો મોહભંગ થતો જોવાઇ રહ્યો છે.

પદ્મશ્રી સુભાષ પાલેકરે પણ જર્સી ગાયને દેશીગાયની સરખામણીમાં હલકી ગુણવત્તાની ગણાવી છે. તેઓના રિસર્ચ પ્રમાણે જર્સી ગાયના છાણમાં પેથોજન્સ ટાઇપના જીવાણું હોય છે જે મનુષ્ય અને પ્રાણીઓમાં રોગ ફેલાવવા માટે કારણભુત બની શકે છે. જર્સીગાયનું દુધ મનુષ્ય માટે જોખમી હોવાનું પણ એક રિસર્ચમાં પ્રસ્થાપિત થયુ છે. આ ગાયના દુધમાંથી એ-૧ બીટાકેસીન ટાઇપનું પ્રોટીન મળ્યુ છે. જે માનવ આરોગ્ય માટે જોખમી હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવુ છે. જ્યારે તેની સરખામણીમાં દેશીગાયના દુધમાંથી એ-૨ બીટાકેસીન ટાઇપનું પ્રોટીન મળ્યુ છે. જે ખુબજ લાભદાયી છે. તેમાં પણ ગુજરાતની ગીર અને કાંકરેજ ગાયનું દુધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. શાસ્ત્રોમાં ગાયનો મહિમા ગાવામાં આવ્યો છે. હિન્દુઓમાં ગાય પુજનીય છે. તેની પાછળ વૈજ્ઞાાનિક કારણો પણ છે. ગાયના દુધને અમૃત ગણવામાં આવ્યુ છે સાથેસાથે ગાયના છાણની પણ ઉપયોગીતા છે. ગાયનું છાણ ખાતર સહિત અનેક જગ્યાએ ઉપયોગી છે. રિસર્ચ પ્રમાણે ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા જીવાણું હોય છે જે જીવાણું ખેતીની ફળદ્રુપતા માટે ઉપયોગી છે. જ્યારે જર્સીગાયના છાણમાં એક ગ્રામમાં માત્ર ૧૭ લાખ જીવાણું છે જે પૈકી મોટાભાગના રોગયુક્ત છે. એટલેકે, આ જીવાણુઓ મનુષ્ય અને પ્રાણીઓમાં રોગ ફેલાવે છે. આ જીવાણુને પેજોજન્સ ટાઇપના જીવાણુ કહેવાય છે. જે જમીન અને પાણીના સંપર્કમાં આવવાથી પણ રોગફેલાવી શકે છે. એટલેકે, જર્સી ગાય દુધ અને છાણની દ્રષ્ટિએ દેશીગાય કરતા ખુબજ નિમ્ન છે. ઉલ્લેખનીય છેકે, દેશમાં ૨૨ પ્રકારની દેશીગાય છે. જેમાં ગુજરાતમાં ગીર અને કાંકરેજ ગાય ઉત્તમ ગણાય છે.