સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (13:26 IST)

પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મને પિતા જેવો પ્રેમ મળ્યો - મોદી

પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ બાદ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાળંગપુર આવી પહોંચ્યા છે. મોદીના આગમાનના પગલે એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા. પીએમ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા અને આરતી પણ ઉતારી. પીએમ મોદીનું સાળંગપુરમાં વિજય રૂપાણી સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ શોકાંજલિ પાઠવતા કહ્યુ, 'તમે ગુરુ ગુમાવ્યા પણ મેં એક પિતા ગુમાવ્યા છે. મોદીએ સાળંગપુર પહોંચી પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી, ત્યારબાદ પુષ્પાંજીલ અર્પણ કરી તેમની આરતી ઉતારી. પીએમ મોદીએ સાળંગપુરમાં ભાવાંજલી ભાષણ પણ આપ્યું જેમાં તેઓએ પ્રમુખ સ્વામી સાથેના સંસ્મરણોને યાદ કરતા ભાવુક થયા અને આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે પ્રમુખ સ્વામી પાસેથી પિતા જેવો પ્રેમ મળ્યો. મે પિતાતુલ્ય વ્યક્તિત્વ ગુમાવ્યું. હું જાહેર જીવનમાં નહોતો ત્યારથી પ્રમુખ સ્વામી સાથે સંકળાયેલો હતો. ભારતીય પરંપરાને વધારવાનું કામ પ્રમુખ સ્વામીએ કર્યું. દિલ્હીમાં અક્ષરધામ બનાવી યોગીજી મહારાજનું સ્વપ્ન પ્રમુખ સ્વામીએ પૂર્ણ કર્યું હું CM હતો ત્યારે મારા ભાષણના વિડિયો મંગાવતા. મારા ભાષણનો વિડિયો જોઈ મને સલાહ પણ આપતા .આપણા દેશે એક યોગ પુરૂષ ખોયો છે. નરેન્દ્ર મોદી દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કરી સીધા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે લગભગ 11.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ત્યાર બાદ મોદી સાલંગપુર જવા રવાના થયા હતા અને 12.10 આસપાસ સાળંગપુર પહોંચી પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા હતા.