રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2016 (12:28 IST)

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી

ગઇકાલે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ આજથી 500 અને 1000ની નોટો રદ્દી બની ગઇ છે. ગઇકાલે સાંજે ઐતિહાસિક જાહેરાત બાદ સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. અમુક જગ્યાએ મારામાર અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના મહત્વના માર્કેટ્સમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. માધુપરા, આશ્રમ રોડ સહિતના માર્કેટ્સમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. રોકડમાં વેચાણ કરતાં વેપારીઓ ગ્રાહક પાસેથી 500 અને 1000ની નોટો સ્વીકારી શકતાં નથી, જેની સામે માર્કેટમાં 50 અને 100ની નોટોની શોર્ટેજ જોવા મળી રહી છે.