બાળપણમાં જલ્દી યુવાન થઈને આઝાદ ઉડવા માંગતા હતા પણ
હવે સમજાયુ કે યુવાનીની આ અધૂરી લાગણી, સ્વાર્થી પ્રેમ કરતા
કેટલો સારા હતા એ બાળપણની નાસમજ જીંદગી અધૂરુ હોમવર્ક અને માતાપિતાનો નિશ્ચલ પ્રેમ
ચહેરો મારો ખીલી જાય છે, જો તુ હોય મારી સાથે
મન ઉમંગોથી ઉછળે છે જો તુ હોય મારી સાથે
આંખો શરમાય છે, પણ દિલ મારુ હરખાય છે
મારામાં આત્મવિશ્વાસ જાગી જાય છે જો તુ હોય મારી સાથે
પ્રેમ કરવો કોઈ રમત નથી આ તો દિલનો સોદો છે
સફળતા મળે છે તો જીવન રોમાંચિત બની જાય છે
અને જો દિલ તૂટશે તો, પ્રેમ તમે કેમ કર્યો
એ જ વિચારીને મન વિચલિત થઈ જાય છે
એક બેવફાને પ્રેમ કર્યો છતા આજેપણ
દિલના ખૂણામાં ક્યાંય દિલભરની યાદ વસે છે
તે મારા ન થયા તો શુ થયુ
હું તેમને પ્રેમ કર્યો એ અહેસાસ જ મને રોમાંચિત કરી જાય છે
જોઈ રહ્યા છો રાહ જેની તમે દિવાના બનીને
શુ જાણે છે એ કે તમે બળી રહ્ય છો એ શમાના પરવાના બનીને
તે જાણે છે આમ તો ઘણા છે તેના આશિક
પણ જોઈ રહી છે એ તમને આજે એક અજનબી બનીને