સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

જીંદગી

મંગળવાર,માર્ચ 31, 2009
0
1

રાત અને દિલ

મંગળવાર,માર્ચ 31, 2009
જો ઈશ્વરે રાત ન બનાવી હોત તો સપનામાં દિલભર સાથે મુલાકાત ન થતી ઈશ્વરે શરીરમાં દિલ જ મુક્યુ હોત તો, કોઈને પ્રેમની બીમારી ન થતી
1
2

નસીબની વાત

સોમવાર,માર્ચ 30, 2009
દરેકનો પ્રેમ સફળ નથી થતો કોઈને પ્રેમી તો કોઈને પ્રેમ જ નથી મળતો આ તો પોત પોતાના નસીબની વાત છે દરેકને મનપસંદ હમસફર નથી મળતો
2
3

સજા ન આપો

સોમવાર,માર્ચ 30, 2009
જાતે બોલાવીને મહેફિલમાં અજાણ્યા બની જાવ છો સામે આવુ છુ તો નજરો ઝુકાવી દો છો ન બોલવુ હોય તો કોઈ વાંધો નહી પણ દુશ્મન સાથે દોસ્તી કરીને સજા કેમ આપો છો
3
4

દુશ્મન દિલના

સોમવાર,માર્ચ 30, 2009
મારા પ્રેમને ઠુકરાવી રડાવી રહ્યા છો તમે એક ભૂલ સમજીને ભૂલાવી રહ્યા છો તમે શુ જરૂર છે તમને મારા દિલના દુશ્મન બનવાની દુશ્મની કરીને પણ દિલમાં તો વસી રહ્યા છો જ તમે
4
4
5

પ્રેમની વ્યાખ્યા

શનિવાર,માર્ચ 28, 2009
પ્રેમ એને કહેવાય છે જે પ્રેમના બદલામાં કંઈ આશા રાખતો નથી પ્રેમી એને કહેવાય છે જે દિલદારની ખુશી સિવાય ઈશ્વર પાસે કશુ માંગતો નથી
5
6

તમારી નજર

ગુરુવાર,માર્ચ 26, 2009
તામરી આંખોમાં જોઈને અમે ન જાણે કેટલા સપના સજાવી દીધા છે શરમથી ઝુકાયેલી તમારી એ નજરે મારા દિલની ધક ધક વધારી દીધી છે.
6
7

ગુસ્સો હવે છોડો

બુધવાર,માર્ચ 25, 2009
ક્યા સુધી રિસાયેલા રહેશો, ગુસ્સો હવે છોડી દો મનાવીશ છતાં ફરી લડશો, આ બાળપણ હવે છોડી દો.
7
8

હોઠ

સોમવાર,માર્ચ 23, 2009
ગુલાબી એવા તારા હોઠો વડે જ્યારે તુ હસે છે ત્યારે એવુ લાગે છે જાણે પાણીમાં કોઈ ફૂલ તરે છે
8
8
9

એસએમએસ

મંગળવાર,માર્ચ 17, 2009
દિલમા આશા જગાવી રાખી છે, એક અલગ જ દુનિયા વસાવી રાખી છે આવશે તારો એસએમએસ માટે મોબાઈલ પર નજર બિછાવી રાખી છે
9
10

સ્મિતનો નકાબ

મંગળવાર,માર્ચ 17, 2009
દિલમાં આગ અને હોઠો પર ગુલાબ રાખે છે આ હસીનાઓ ચહેરા પર સ્મિતનો નકાબ રાખે છે
10
11

પ્રેમનો ઉપહાર

સોમવાર,માર્ચ 16, 2009
જ્યારે તે બે હાથોનો સહારો આપીને તે પ્રેમનો ઉપહાર આપ્યો જાણે કે રણ જેવા વીરાન આ જીવનમાં તે ફૂલોનો બગીચો આપ્યો
11
12

વિરહ

શનિવાર,માર્ચ 14, 2009
વિરહમાં મળવાની ઝંખના, મિલનમાં દૂર થઈ જવાની કલ્પના કેવો છે આ પ્રેમ જેમા દરેક ક્ષણ બસ વેદના જ વેદના ?
12
13

ગુનેગાર

શનિવાર,માર્ચ 14, 2009
હુ છુ તારો ગુનેગાર મને માફ કરો, તુ કહે તે કરવા તૈયાર છુ દિલ સાફ કરો, તારા વિના ઉદાસ છુ ના બોલીને મને પરેશાન ન કરો
13
14

શુ કરુ

શનિવાર,માર્ચ 14, 2009
શુ કરુ આ દિલનુ જેને તારા સપનાં જોતા રહેવા સિવાય બીજુ કાંઈ જ સુઝતુ નથી, દુનિયાની બધી જ ખુશીયો હોવા છતા જો તુ ના હોય સામે તો મને કંઈજ ગમતુ નથી
14
15

વિશ્વાસ

શુક્રવાર,માર્ચ 13, 2009
શુ કરે કોઈ દોસ્તી કોઈની સાથે, હવે દોસ્ત સાચા દોસ્ત નથી રહ્યા, જેના કારણે ટકે છે દોસ્તી તે દોસ્તીનો આધાર વિશ્વાસ હવે કોઈને કોઈના પર નથી રહ્યો
15
16

જીંદગી

ગુરુવાર,માર્ચ 12, 2009
મેળવી શકો તો મંઝીલનો મુકામ છે જીંદગી,ખીલી શકો તો કળીનું ફુલ છે જિંદગી, ખુશ રહો તો ખુશીનો ખજાનો છે જીદગી પછી કેમ બોલો છો શુ કામની છે જીંદગી ?
16
17

તારા વિના

ગુરુવાર,માર્ચ 12, 2009
શુ કરુ આ દિલનુ જેને તારા સપનાં જોતા રહેવા સિવાય બીજુ કાંઈ જ સુઝતુ નથી, દુનિયાની બધી જ ખુશીયો હોવા છતા જો તુ ના હોય સામે તો મને કંઈજ ગમતુ નથી
17
18

પ્રેમનો રંગ

મંગળવાર,માર્ચ 10, 2009
એના મનમાં ઉમંગ અને નાચી રહ્યુ છે મન, કોઈ કહેશો નહી એને કે એ ભોળી છે, પ્રીતમના પ્રેમમાં રંગાયેલી છે નાર, કરશે રંગોનો વાર અને હસીને કહેશે કે આજે તો હોળી છે.
18
19

યાદ

મંગળવાર,માર્ચ 10, 2009
સુના મારા ઘરમાં વસી છે તારી યાદો, એ પહેલો વરસાદ અને રોમાચિંત મુલાકાતો, હું નથી બોલતી બોલે છે તારી વાતો, આવી જા તારી યાદમાં રડે છે મારી આંખો
19