1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

દાળ મખાની

N.D
સામ્રગી - બે નાની વાડકી અડદની કાળી દાળ, 1 આદુ અને એક કળી લસણ છીણેલો, 2-3 ડુંગળી, 2-3 ટામેટા, 2 મોટી ચમચી સોયા રિફાઈંડ તેલ, અડધી વાડકી દહી, 2 ચમચી લાલ મરચુ, 4-5 લવિંગ, થોડી હિંગ 2 તમાલપત્ર, 2 તજ, 2-3 લીલા મરચા, થોડા લીલા ધાણા, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બે વાડકી કાળી અડદની દાળને લઈને તેને 3-4 વાર પાણીથી ધોઈને જરૂરી પાણી નાખી કુકરમાં ઉકાળવા માટે મૂકી દો. 2-3 સીટી વાગ્યા પછી ગેસ બંધ કરો.

હવે આદુ-લસણ, લીલા મરચા, ટામેટા, ડુંગળીનુ પેસ્ટ તૈયાર કરો. 2 ચમચી તેલ લઈને જીરાને તતડાવી, હિંગ, તજ અને તમાલપત્રનો વઘાર નાખીને તૈયાર મસાલાનુ પેસ્ટ નાખી દો. તેની ગ્રેવી તૈયાર કરી લો. હવે આ ગ્રેવીમાં દાળ અને દહીં નાખીને થોડી વાર ધીમા તાપ પર થવા દો. સારી રીતે ઉકળ્યા પછી લવિંગ વાટીને નાખી દો. લીલા ધાણાથી સજાવીને સર્વ કરો.