સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ ચટપટી ઈડલી

સામગ્રી - ઈડલી 10-12 પીસ, 200 ગ્રામ દહીં, 2 ટામેટા બારીક કાપેલા, 3-4 બારીક કાપેલા લીલાં મરચા, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરા નો પાવડર, અડધી ચમચી સંચળ એક કપ આમલીની ચટણી, એક કપ લીલી ચટણી, સેકેલો પાપડંનો ચૂરો, અડધી વાડકી ઝીણી સેવ, મીઠું સ્વાદમુજબ, અડધી વાટકી લીલા ધાણા.

વિધિ - સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો. આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી
W.D
વારાફરતી નાખો. કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો. તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.


હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો. અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી પરોસો. આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.