બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 11 મે 2023 (12:27 IST)

ચોમાસામાં ખાવા-પીવાની વસ્તુઓની સાચવણી કરવાની 10 Tips

kitchen tips
આ ઋતુમાં મોટાભાગે ખાવા-પીવાની વસ્તુઓમાં ભેજ લાગી જાય છે કે પછી ફંગસ લાગી જાય છે. આવામાં આ ટિપ્સ કમાલ કરશે. 
 
ટિપ્સ 
 
1. બ્રેડને ખુલ્લામાં ન મુકશો. આ ઋતુમાં તેમા ફંગસ ખૂબ જલ્દી લાગી શકે છે. તેને એયરટાઈટ પેકેટમાં મુકીને જ ફ્રિજમાં મુકો. 
 
2. વરસાદ આવતા જ મીઠામાં ભેજ આવી જાય છે. આવામાં મીઠામાં 2-3 લવિંગ નાખી દો. તેનો ભેજ કે નમી ખતમ થશે. 
 
3. મીઠુ અને ખાંડનો ઉપયોગ કરતી વખતે હંમેશા સૂકી ચમચીનો જ ઉપયોગ કરો. કોશિશ કરો કે પ્લાસ્ટિકની ચમચી હોય. ભીની ચમચી નાખવાથી તેમા ગાંઠ પડી જાય છે. 
 
4. ખાંડને ભેજથી બચાવવા માટે કાંચના વાસણમાં જ મુકો. ખાંડ ખૂબ જલ્દી પાણી શોષી લે છે. 
 
5. ભેજને ઓછો કરવા માટે તમે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરી શકો છો. કંટેનરમાં બ્લોટિંગ પેપર નાખવાથી આ ભેજને શોષી લેશે. 
 
6. અથાણાને ફફૂંદથી બચાવવા માટે કાયમ નાના વાસણમાં મુકો.
 
7. ભેજને કારણે મોટાભાગે લોટમાં કીડા પડી જાય છે. તેને બચાવવા માટે હળદરનો એક ટુકડો કે કઢી લીમડો  નાખવાથી લોટમાં કીડા નહી પડે. કઢી લીમડને રોસ્ટ(ચુરો)કરીને જ નાખો. 
 
8. લીંબુનુ અથાણુ જો ખરાબ થવા માડે તો કે પછી તેમા મીઠાના દાણા પડવા લાગે તો અથાણાને કોઈ વાસણમાં કાઢી લો અને સોડા નાખીને સીઝવવાથી આ ફરીથી નવા જેવુ થઈ જશે. 
 
9. ચોખાને હળદર લગાવીને મુકી દેવાથી તેમા કીડા નહી પડે. 
 
10. વરસાદમાં ચિપ્સ, પાપડ વગેરે ફ્રિજમાં મુકી દેશો તો આ કુરકુરા બન્યા રહેશે.