1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2023 (16:02 IST)

વડોદરાના ભાયલી આંબેડકર નગરમાં 9 ફૂટ લાંબી મગરીનું રેસ્ક્યુ

crocodile
ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે વિશ્વામિત્રી નદીમાંથી મગરો નદી કિનારા વિસ્તારમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. વન વિભાગની ટીમે મોડી રાત્રે ભાયલી ગામના આંબેડકર નગરમાં લટાર મારવા આવી પહોંચેલી 9 ફૂટ લાંબી મગરીને એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવી હતી
 
વરસાદ શરૂ થતાંની સાથે મગરોનો ત્રાસ શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે એક મગરી આવી પહોંચી હતી. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમ આવી પહોંચી હતી અને 9 ફૂટની મગરીનું રેસ્ક્યૂ કરી લઇ ગઇ હતી. જો કે, હજુ પણ આંબેડકર નગરમાં આવતા આશરે 11 ફૂટનો એક મગર અને બે બચ્ચાં આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. જે પિંજરામાં પુરાવાના બાકી છે. લોકોના ઘરના દરવાજાની બહાર આવીને બેસી જતા હોવાથી નગરના લોકોને દિવસ-રાત ભયના ઓથાર નીચે પસાર કરવો પડે છે. હજુ પણ આંબેડકર નગરમાં આવતા આશરે 11 ફૂટનો એક મગર અને બે બચ્ચાં આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. જે પિંજરામાં પુરાવાના બાકી છે.