શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

બાજરીના ઢેબરા

સામગ્રી :
1. બાજરા નો લોટ1 1/2 કપ
2. લાલ મરચું1 નાની ચમચી
3. હળદર1/2 નાની ચમચી
4. ધાણાજીરું1 નાની ચમચી
5. તલ1 ચમચી
6. તેલ2 કપ તળવા માટે
7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.
8. દહીં1 મોટી ચમચી
9. મીઠું2 નાની ચમચી
10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે
 
બનાવવાની રીત:
- સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.
- એક મોટા બાઉલમાં બાજરીનો લોટ, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, દહીં, તલ અને મીઠું નાખોં અને બરાબર મિક્ષ કરો .
- આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધી લો.
- બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુઆ પાડી લો. હવે આ ગોળાકાર લુઆ ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.
- તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો. 
- તમારા સ્વાદિષ્ટ બાજરીના ઢેબરા તૈયાર છે. 
- તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું. 

Edited By- Monica sahu