રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2022 (15:34 IST)

Dry Fruit Kheer- વ્રતમાં જરૂર ખાવી આ ખીર જરૂર મળશે આ ફાયદા

વ્રતમાં એવી વસ્તુ ખાવી જોઈએ. જે પોષણ આપવાની સાથે પેટને ભરેલુ રાખે છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે સ્વાદિષ્ટ અને પોષણથી ભરેલી આ ડ્રાઈ-ફ્રૂટ ખીર. આ ટેસ્ટી હોવાની સાથે -સાથે શરીરને પૂરતી ઉર્જા પણ આપશે. તેમજ મીઠા ખાવાના શોખીન લોકો તેને ઝટપટ તૈયાર કરી શકે છે. તેને બનાવવામાં ખૂબ ઓછુ સમય લાગે છે. જેના કારણે વ્રતધારી તેને આરામથી બનાવી શકે છે. જણાવીએ કે તેમાં રહેલ ડ્રાઈ ફ્રૂટ અને દૂધ શરીર માટે ખૂબ ફાયદાકારી છે. ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે બનશે ડ્રાઈ ફ્રૂટ ખીર. 
 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવા માટે સામગ્રી 
એક લીટર દૂધ 
 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવાની રીત 
ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવા માટે સૌથી પહેલા એક લીટર દૂધ લો. દૂધને ધીમા તાપ પર ગૈસ પર ઉકળવા માટે રાખો. ધ્યાન રાખો કે તળિયા પર દૂધ ના ચોંટે. તેના માટે વાર-વાર દૂધ ચલાવતા રહેવુ. ઉકળ્યા પછી તેમાં કાજૂ, બદામ, મખાણા, કિશમિશ અને નારિયેળનો ભૂકો નાખી હળવા હાથથી દૂધ હલાવતા રહો. તમે ઈચ્છો તો ડ્રાઈ ફ્રૂટને અધકચડુ કરીને પણ નાખી શકો છો. હવે 10 મિનિટ પર ધીમા તાપે ખીરને ચડવા દો. દર 3 મિનિટ પછી ખીરને હલાવતા રહો. તે પછી ખીરમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ મિક્સ કરો. હવે ફ્લેવર માટે એલચી નાખો. હવે એલછી અને ખાંડ સારી રીતે મિક્સ થતા ગેસ બંદ કરી દો. આ રીતે ડ્રાઈ ફ્રૂટ ખીર તૈયાર છે.