સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2024 (13:29 IST)

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Gathiya Nu Shaak
સામગ્રી 
1 1/2 કપ જાડા ગાંઠિયા,
1 મોટી ડુંગળી સમારેલી
2 ટેબલસ્પૂન તેલ,1/2 ટીસ્પૂન રાઇ,3/4 કપ તાજું દહીં,એક ચપટીભર હીંગ,1/4 ટીસ્પૂન હળદર,1 ટીસ્પૂન મરચાં પાવડર,મીઠું1/4 કપ  કોથમીર 
 
બનાવવાની રીત-

એક કઢાઇમાં તેલ ગરમ કરી ડુંગળી ઉમેરો. તેન ગુલાબી થાય ત્યાં સુધી સંતાળો. 
પછી તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પછી તેમાં ગરમ મસાલા ઉમેરો અને 2 મિનિટ સુધી ચડવા દો.
પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.
કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

તમારે તેની ગ્રેવી તૈયાર કરીને ગાંઠિયા નાખ્યા પછી આ શાક ઘટ્ટ થવા લાગે છે તો ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ખાવા જઈ રહ્યા હોવ ત્યારે તે જ સમયે ગાંઠિયા ઉમેરો.

Edited By -  Monica sahu