ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:40 IST)

ફરાળી રેસીપી - સાબુદાણાના વડા

સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, બે નંગ લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ અને તળવા માટે તેલ. 

બનાવવાની રીત  - સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો. હવે સાબુદાણાની અંદર બટાકાને મસળી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, જીરુ, ખાંડમ મીઠુ, લીંબુનો રસ અને ઘાણા નાખીને તેને સારી રીતે મસળી લો. 

હવે આ મિશ્રણના ગોળ વડા બનાવી તેને થોડા ડબાવી વચ્ચે ટચલી આંગળી વડે કાણું પાડી દો. બધા વડા આ રીતે બનાવી લો. એક કઢાઈમાં તેલ લઈને તેને ખૂબ તપાવી લો. પછી ધીમા ગેસ પર બધા વડા તળી લો. 

દહીં સાથે કે લીલી ફરિયાળી ચટણી સાથે આ વડાને ગરમા-ગરમ પીરસો. 

નોંધ - જો આ વડા તેલમાં છૂટા પડતા હોય તો મિશ્રણમાં થોડો રાજગરાનો કે શિંગોડાનો લોટ ઉમેરીને પણ બનાવી શકાય છે.webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો