આ રીતે 5 મિનિટમાં બનાવો કાચી કેરીની મીઠી ચટણી
કાચી કેરી મતલબ કે કેરીથી બનેલી બધી જ વસ્તુ જેવી કે ચટણી, કેરી વગેરે બધાને પસંદ પડે છે. તેને ઘરે જ બનાવવી ખૂબ જ સહેલી છે અને તેનો ખાટો-મીઠો સ્વાદ પણ બધાના દિલને સ્પર્શી જાય છે.
સામગ્રી - બે કાચી કેરી
એક નાની ચમચી રાઈ
બે સૂકા લાલ મરચા
ચપટીભર મીઠુ
એક ચોથાઈ કપ ખાંડ
બે નાની ચમચી તેલ
પાણી જરૂર મુજબ
બનાવવાની રીત - સૌ પહેલા બે કેરીને સારી રીતે ધોઈને છોલી લો અને તેના નાના નાના ટુકડા કરી લો.
- મીડિયમ તાપમાં એક પૈનમાં તેલ ગરમ કરવા મુકો
- તેલને ગરમ થતા જ તેમા રાઈ નાખો.
- રાઈના તતડતા જ સૂકા લાલ મરચા નાકો
- લાલ મરચુ સેકાતા જ કેરી અને મીઠુ નાખીને ચમચીથી હલાવતા સારી રીતે મિક્સ કરી લો.
- ખાંડ નાખીને સારી રીતે હલાવો પછી પાણી નાખીને 5-7 મિનિટ ઢાંકી મુકો
- 5-7 મિનિટ પછી તાપ બંધ કરી દો. તૈયાર છે કાચી કેરીની ગળી ચટણી.