ચાટ-પાપડીના શોખીન લોકોને રાજ કચોડીનો સ્વાદ ખૂબ ગમે છે. તો ચાલો આજે સ્નેક્સમાં બનાવો રાજ કચોરી. તેની સરળ રેસીપી જાણો....
સામગ્રી - 1 કપ મેંદો, 1/4 કપ રવો, 2 ચપટી બેકિંગ સોડા, 1 કપ તેલ.
કચોરી ભરવા માટે - 2 બટાકા બાફેલા, 15-16 પાપડી, 15-16 બેસનના ભજીયા, 1 કપ તાજુ દહી, 1/2 કપ સેવ ભુજિયા, 1/2 કપ અનારના દાણા, 1/2 કપ ચણા બાફેલા, 1/2 કપ મીઠી ચટણી, 1/2 કપ લીલી ચટણી, 2 નાના ચમચા સેકેલુ જીરુ, 1 નાની ચમચી સંચળ. મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - સૌથી પહેલા મેદો રવો અને બેકિંગ સોડાને એકસાથે મિક્સ કરી લો અને ત્યારબાદ તેને પાણીમાં નાખીને સારી રીતે લોટ બાંધી લો.
- લોટ બાંધ્યા પછી તેને સારી રીતે મસળી લો. જેનાથી આ એકદમ નરમ થઈ જશે.
- હવે એક ભારે તળિયાની કડાહીમાં તેલ નાખીને ગરમ કરો.
- જ્યા સુધી તેલ ગરમ થઈ રહ્યુ છે લોટની 15-16 લૂઆ બનાવી લો. લૂઆને ભીના કપડાંથી ઢાંકી દો. જેથી તે સૂકાય નહી.
- ત્યારબાદ લોટના લૂઆથી નાની-નાની પૂરીઓ બનાવી લો.
- ગરમ તેલમાં મીડિયમ તાપ પર આ પૂરીઓને ઝારાથી દબાવી દબાવીને સેકો જેથી તે સારી રીતે ફૂલી જાય અને કચોરીના આકારની થઈ જાય.
- હવે કચોરીઓને વચ્ચે કાણું કરો જેથી તેની અંદર ફીલિંગ કરી શકાય. પણ આવુ કરતી વખતે થોડુ ધ્યાન રાખો કે કચોડી તૂટી પણ શકે છે.
- હવે કચોરીમાં એક ભજીયુ, બટાકાના નાના 4-5 પીસ, 2 ચમચી બાફેલા ચણા, નાની ચમચી સેકેલુ જીરુ, લાલ મરચા પાવડર, સંચળ, સાદુ મીઠુ, દહી, ગળી ચટણી, લીલી ચટણી સેવ અને દાડમના દાણા નાખો.
સ્વાદિષ્ટ કચોરી તૈયાર છે. પરિવાર સાથે આરામથી આની મજા લો.