ગુજરાતી રેસીપી- ડિબ્બા રોટી Minapa Rotti
ડિબ્બા રોટી આંધ્રપ્રદેશમાં બનાવતી એક ખાસ ડિશ છે. જેને લોકો સામાન્ય રીતે બ્રેકફાસ્ટ કે સાંજના સ્નેક્સમાં ખાવું પસંદ કરે છે. તેને મિનાપા (Minapa) રોટીના નામથી પણ ઓળખાય છે. આવો જાણીએ તેની રેસીપી
સામગ્રી
3 કપ અડદની દાળ
2 કપ સૂજી
1 નાની ચમચી જીરું
મીઠું સ્વાદપ્રમાણે
તેલ જરૂર પ્રમાણે
વિધિ
* ડિબ્બા રોટી બનાવા માટે સૌથી પહેલા અડદની દાળને 3-4 કલાક પલાડીને રાખી દો.
* નક્કી સમય પછી દાળને મિક્સરમાં વાટીને પેસ્ટ તૈયાર કરી લો.
* વાટેલી દાળમાં સોજી, જીરું અને મીઠું નાખી ચમચીથી ચલાવતા મિક્સ કરી અડધા કલાક માટે મૂકી દો.
* હવે મધ્યમ તાપ પર ઉડી એક કડાહીમાં તેલ ગર્મ કરવા માટે મૂકો.
* તેલ ગર્મ થતા જ કડાહીમાં પેસ્ટ નાખો અને ઢાંકી દો. ધ્યાન રાખવું કે પેસ્ટ 2 ઈંચ જાડું હોવું જોઈએ.
* 2 મિનિટ પછી ઢાકણું હટાવેને રોટીને પલટીને બીજા સાઈટથી પણ તળી લો અને તાપ બંદ કરી નાખો.
* ડિબ્બા રોટી તૈયાર છે. તમારી પસંદગીની ચટણી કે અથાણા સાથે મજા લો.
નોટ
તમે ઈચ્છો તો તેમાં મનભાવતી શાક-ભાજી પણ મિક્સ કરી શકો છો.