1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (14:21 IST)

સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા

સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા

સામગ્રી : 1 કપ બાજરીનો લોટ, 1/2 કપ ચણાનો  લોટ, 1/2 કપ  અડદ દાળ વાટેલી , સ્વાદપ્રમાણે મીઠું,ખાવાનો સોડા, સમારેલી કોથમીર, લીલા મરચાં 1/2 ચમચી, હળદર અને લાલ મરી પાવડર 1 ચમચી, વરિયાળી પાવડર 1 ચમચી,સરસવ અને તેલ અને ખીરું બનાવવા માટે પ્રમાણસર દહી. 
 
બનાવવાની રીત : દહીંને સારી રીતે ફેંટી લો. એમાં બાજરીનો લોટ,ચણા લોટ અને દાળ નાખો. મીઠું નાખી 3-4 કલાક માટે ઢાંકીને છોડી દો. પછી તેમાં ખાવાનો સોડા અને ઉપરોક્ત બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરો. 
 
હવે કૂકરના ડબ્બામાં તેલ લગાવી આ ખીરું નાખો અને કૂકરમાં પાણી નાખી 15-20 મિનિટ છોડી દો. સ્ટીમમાં કૂક થવા દો. જ્યારે ઠંડુ થઈ જાય તો પીસ કાપી લો. ઉપર થી રાઈનો નો વઘાર કરો. તૈયાર છે બાજરીના  સ્વાદિષ્ટ ઢોકળા   લીલી ચટણી સાથે  સર્વ કરો.