શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 22 ડિસેમ્બર 2018 (16:03 IST)

પોટેટો પૉપ્સ - આ સ્વાદિષ્ટ રેસીપી સૌને ભાવશે

રમવા અને મોજ મસ્તી સાથે જો બાળકોને કંઈક એવુ ખાવાનુ મળે જે તેમના સ્વાદ અને મૂડ બંનેને ગમતુ હોય તો પછી કહેવુ જ શુ.  વીકેંડ પર સ્વાદિષ્ટ પોટેટો પોપ્સ બનાવીને તમે બધાને ખુશ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવાય છે પોટેટો પૉપ્સ. 
સામગ્રી - બાફેલા અને છીણેલા બટાકા - એક કપ 
એક ચીઝનો ટુકડો 
એક બ્રાઉન બ્રેડ 
આદુ ને લીલા મરચાનુ પેસ્ટ - અડધી ચમચી 
સમારેલા ધાણા - બે મોટી ચમચી 
ચપટી ખાંડ 
મીઠુ સ્વાદ મુજબ 
અન્ય સામગ્રી - બે ચમચી તેલ, 8 કૈંડી સ્ટિક્સ 
 
બનાવવાની રીત - ચીઝના ટુકડાને આઠ બરાબર ભાગમાં કાપીને મુકી દો. હવે બ્રાઉન બ્રેડને પાણીમાં પલાળો અને બંને હથેળીઓથી દબાવીને પાણી કાઢી નાખો. આ બ્રેડને સારી રીતે મેશ કરીને એક વાડકીમાં મુકો.  આ બ્રેડને સારી રીતે મૈશ કરીને વાડકીમાં મુકી દો. હવે તેમા બટાકા.. ગાજર આદુ લીલા મરચાનુ પેસ્ટ ધાણા, ખાંડ અને મીઠુ નાકો અને સારી રીતે મિક્સ કરો. આઠ બરાબર ભાગમાં વહેંચીને તેને ચપટા ગોલ આકાર આપો. દરેક ટુકડા વચ્ચે ચીઝનો ટુકડો મુકો નએ તેને અંડાકાર આકાર આપો. દરેક પીસની અંદર કેંડી  સ્ટિક લગાવો અને દરેક પોટેટો પૉપ્સની વચ્ચે ફરીથી આકાર આપીને મુકી દો. એક નોન સ્ટિક પૈનમાં બંને બાજુથી સોનેરી થતા સુધી થવા દો. તમે થોડા તેલનો ઉપયોગ કરી શકો છો.. હવે ગરમા ગરમ પીરસો