1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:29 IST)

આ રીતે બનાવો વ્રત સ્પેશલ રાજગીરાની કઢી

કઢીનો સ્વાદ બધાને ખૂબ પસંદ આવે છે પણ જણાવીએ કે તેને તમે વ્રતના સમયે પણ આરામથી ખાઈ શકો છો. કારણકે વેબદુનિયા લઈને આવ્યું છે ચણાના લોટની નહી પણ વ્રત સ્પેશલ રાજગીરાની કઢી 
સામગ્રી 
બે-કપ દહી 
ત્રણ ચમચી રાજગીરાનો લોટ 
એક ચમચી સિંધાલૂણ 
એક નાની ચમચી આખુ જીરું 
બે લીલા મરચાનો પેસ્ટ 
એક નાની ચમચી ગોળ 
લીમડા 4-5
ઘી જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
સજાવટ માટે કોથમીર 
 
વિધિ- 
- સૌથી પહેલા એક વાટકીમાં રાજગરાનો લોટ, દહીં, સિંધાલૂણ, લીલા મરચાંનો પેસ્ટ અને ગોળ નાખી સારી રીતે મિક્સ કરો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતા જીરું અને લીમડો નાખી શેકવું. 
- જીરું સતાળી અને લીમડો નાખી સંતાળો. 
- જીરું સતાળી તેમાં થોડું પાણી નાખી દો. 
- પાણીમાં ઉકાળ આવતા તેમાં દહીં નાખી આશરે 10 મિનિટ મધ્યમ તાપ પર રાંધવું. 
- કઢીની સારી રીતે ઉક્ળ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે વ્રત સ્પેશલ રાજગરાની કઢી. કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.