આ છે બટેટા પાલક પરાઠા બનાવવાની વિધિ

Last Modified મંગળવાર, 9 એપ્રિલ 2019 (12:33 IST)
 બટાટા પાલક પરાંઠા ટેસ્ટી અને હેલ્દી હોય છે. તેને બનાવવા માટે પાલકની પ્યૂટીથી લોટ બાંધવું છે અને પછી તેમા 
બટેટાના મસાલા ભરી પરોંઠા શેકવું છે. 
સામગ્રી- 
1/2 કપ લોટ 
1/2 કપ મેંદો 
1/2 ટીસ્પૂન અજમા 
મીઠું સ્વાદ્પ્રમાણે 
1/2 કપ પાલની પ્યૂરી 
1 ટીસ્પૂન ઘી 
1 ટીસ્પૂન તેલ 
પરોંઠા શેકવા માટે તેલ 
ભરાવનની સામગ્રી 
3 બાફેલા બટેટા 
2 લીલા મરચાં 
1 ટીસ્પૂન લાલ મરચા પાઉડર 
1/2 ચમચી આમચૂર 
1 ટીસ્પૂન ચાટ મસાલા 
વિધિ 
- એક થાળીમાં લોટ, મેંદો, અજમા, મીઠું, પાલકની પ્યૂરી, ઘી નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- પછી થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લો. 
- લોટ પર તેલ લગાવી 10 મિનિટ સુધી મૂકી દો. 
- એક વાસણમાં બટાટાને મેશ કરી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, મીઠુ સ્વાદપ્રમાણે, લાલ મરચાં પાઉડર, આમચૂર, ચાટ મસાલા નાખી સારી રીતે મિક્સ કરીલો. 
- હવે એક લૂંઆ લઈ તેના પર સૂકો લોટ લગાવી આંગળીથી વાટકીનો શેપ બનાવી લો. 
- તેના વચ્ચે બટેટાના મસાલા રાખી લૂંઆનને ચારે બાજુથી પેક કરી લો. પછી તેના પર થોડું લોટ લગાવીને હળવા હાથથી વળી લો. 
- મધ્યમ તાપ પર તવો મૂકો. તેના પર ઘી લગાવી કે તેલ લગાવી લો. 
- ત્યારબાદ તવા પર પરોંઠા નાખી બન્ને સાઈડથી શેકી લો. 
- બાકીની લૂંઆના પણ આ રીતે પરોંઠા બનાવી લો. 
-  તૈયાર છે પરોંઠા પર માખણ નાખી દહીં અને અથાણા સાથે ખાવો અને ખવડાવો. 


આ પણ વાંચો :