બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (18:07 IST)

ગુજરાતી કૂલ એન્ટરટેઈનિંગ ફિલ્મ 3G.COM દર્શકોને પેટ પકડીને હસાવશે

ગુજરાતી ફિલ્મોમાં આમતો કોમેડી ફિલ્મોનો જાણે રાફડો ફાટ્યો છે પણ અમુક ફિલ્મો એવી છે જેને દર્શકો પોતાના ફેમિલી સાથે બેસીને જોઈ શકે છે. તે ઉપરાંત વાત કરીએ તો ગુજરાતી નાટકો પણ એવા બન્યા છે જેમાં પરણેલા પુરૂષોની વાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં પરણેલા પુરૂષોના લગ્ન બાદના અફેરની સ્ટોરી લોકોને ગમી છે. ત્યારે હવે ગુજરાતી ફિલ્મોમાં પણ આવી જ પરણેલા પુરૂષોના લગ્ન બાદના લફરાની રંગીન મીજાજી સ્ટોરી વાળી ફિલ્મ ટુંક સમયમાં દર્શકોની સમક્ષ આવી રહી છે. પરી ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ કૂલ એન્ટરટેઈનિંગ છે. આ ફિલ્મમાં પત્નીઓથી કંટાળેલા પુરૂષોને એક ટુંકી મુસાફરીમાં કેવી રીતે ત્રણ ગર્લફ્રેન્ડ મળી જાય છે જ્યારે તેમની વચ્ચેના રોમાંસની તેમની પત્નીઓને કેવી રીતે ખબર પડી જાય છે. એવી કુલ કોમેડી આ ફિલ્મમાં રજુ કરવામાં આવી છે. પત્નીઓને જ્યારે પોતાના પતીઓની અફેરની માહિતી મળે છે ત્યારે ફિલ્મમાં શું થાય છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે. આ ફિલ્મની સ્ટોરી જાણીતા ફિલ્મી રાઈટર રફિક પઠાણે લખી છે તેમજ તેનું સંગીત અનવર શેખે આપ્યું છે. આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે યશ બારોટ, નિરવ કલાલ અને જનક ઝાલા છે. જ્યારે ત્રણ લીડ એક્ટ્રેસમાં ત્વિશા ભટ્ટ, એકતા ડાંગર અને રિતિકા જિલ્કા છે. જ્યારે ગર્લફ્રેન્ડની વાત કરીએ તો સિમરન સાઈનિ, શિલ્પા જવાની અને દિપાલી ઠાકર છે. આ ફિલ્મનું દિગ્દર્શન કલ્યાણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી ઓક્ટોબર માસમાં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.