શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (12:13 IST)

મલ્હાર ઠાકરે વેબ સિરીઝ ‘ડુ નોટ ડીસ્ટર્બ’ માટે મિલાવ્યા હાથ, 26 જુલાઇથી MX પ્લેયર પર સ્ટ્રીમીંગ થશે

લગ્નનો વિચાર આવે કેવી લાગણી થાય છે? બે જણા સાથે મળીને ડીનર કરવું, પ્રિય વ્યક્તિની સાથે સુંદર મજાનું વેકેશન માણવું, મુવી ટિકીટ્સ પર વન પે વન –એ મૂળભૂત રીતે તો તમારી અને તમારી પત્નીની સુંદર જિંદગીનું નિરૂપણ કરે છે! પરંતુ વાસ્તવિકતામાં આ બે વ્યક્તિઓની પોતાની પત્ની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાનો સંઘર્ષ છે – ચાહે તેની પાછળ પરિવારના પ્રસંગમાં હાજરી આપવાની જરૂરરિયાતને કારણે ફેમિલી ડીનર અથવા રોમેન્ટિક પ્રવાસની નિષ્ફળ યોજનાને કારણે કેમ ન હોય. આ પરિસ્થિતિમાં ઉત્કટતા વધારતા અને આધુનિક દંપતીના શયનખંડમાં થતી વાતચીતને MX પ્લેયર નવી ગુજરાતી એક્સક્લુસિવ સિરીઝ “ડુ નોટ ડીસ્ટર્બ”માં લઇને આવે છે. આ રોમેન્ટિક કોમેડી લગ્નની વાત કહે છે પરંતુ તે કીહોલ મારફતે કહેશે અને તેનું સ્ટ્રીમીંગ MX પ્લેયર 26 જુલાઇથી પ્રસારીત થશે. 
 
આ છ એપિસોડની સિરીઝ મૌલિક (મલ્હાર ઠાકર) અને મીરા (માનસી પારેખ ગોહીલ દ્વાર ભજવાયેલ) મૌલિકના માતાપિતા સાથે રહે છે. મૌલિક પાકો અમદાવાદી છોકરો છે જેને ફૂડ, પરંપરાને જાળવવી, મિત્રો સાથે રમવું, મિત્રો સથે પર્ટી કરવી, પોતાના માતપિતાને દરેક વાતમાં સાથે રાખવા અને પોતાની પ્રેમ કરવાનું ગમે છે. મીરા એ ગુજરાતી છોકરી છે અને હૃદયથી મુંબઇ ચી મુલગી છે. તેણી કાયમ પ્રગતિ કરતી, આધુનિક અને પોતાના પતિને અતિશય ચાહે છે. ડુનોટ ડીસ્ટર્બનું દિગ્દર્શન લવની ભવાઇના જાણીતા સંદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે મિતાઇ શુક્લ, નેહલ બક્ષી દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં પતિ અને પત્ની વચ્ચેની ગાઢ વાતચીત, મતભેદો અને પોતાના પ્રેમ માટે કરતા સમાધાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 
 
ટ્રેલર લોન્ચ સમયે માનસી પારેખ ગોહીલે જણાવ્યું હતુ કે, “આ પ્રોજેક્ટ મારા દિલની ખૂબ જ નજીક છે કેમ કે હું આ સિરીઝની નિર્માતા પણ છું. મલ્હાર અને સંદીપ સાથે કામ કરવાનું મારુ સ્વપ્ન સાકાર થયું છે! મે આ કાસ્ટ અને ક્રૂ સાથે માણેલી દરેક સિંગલ ક્ષણને ચાહી છે. આ સિરીઝમાં એવા ઘણા બનાવો છે કે જે દરેક વિવાહીત દંપતીએ પોતાના જીવનમાં અનુભવ્યા હશે.મને આશા છે કે દર્શકોને અમને જેમ બનાવતા મજા આવી છે તેવી જ મજા આવશે.”
 
“હું માનું છું કે વેબને ફિલ્મની તુલનામાં વધુ ઉર્જાની જરૂર છે અને આ રીતે અમે અમે ઘણો પ્રયત્ન કર્યો છે અને આ પ્રોજેક્ટ માટે 100 ટકા યોગદાન આપ્યું છે. ‘ડુ નોટ ડીસ્ટર્બ’ એ મારી ડિજીટલ ક્ષેત્રેની પ્રથમ એન્ટ્રી છે અને મને જો આકર્ષી હોય તો તેની સાદી છતાં રમૂજી વાર્તા છે જેમાં શયનખંડમાં ચાર દિવાલોની વચ્ચે પતિ પત્ની વચ્ચેની રોજીંદી વાતોને પણ વણી લેવામાં આવી છે – અને હા સંદીપ પટેલ સાથે કરવું એ કાયમ માટે આનંદિત બની જાય છે” એમ મલ્હાર ઠાકરે જણાવ્યું હતું.
 
કૃપા કરીને ‘ડુ નોટ ડીસ્ટર્બ’ને અવગણો અને આ સિરીઝને વિના મુલ્યે જોવા માટે 26 જુલાઇ 2019ના રોજ MX પ્લેયર સ્ટ્રીમ કરો.