બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (10:34 IST)

મૉબ લિચિંગ પર બોલ્યા આઝમ ખાન - પાકિસ્તાન ન જવાની સજા ભોગવી રહ્યા છે મુસલમાન

સમાજવાદી પાર્ટી સાંસદ આઝમ ખાને મૉબ લિંચિગની આલોચના કરતા તેને દેશના ભાગલા સમયે મુસલમાનોના પાકિસ્તાન ન જવા સાથે જોડ્યુ છે. આઝમ ખાને કહ્યુ કે મુસલમાન 1947  પછી પણ સજા ભોગવી રહ્યા છે. જો મુસલમાન પાકિસ્તાન ચાલ્યા જાય છે તો તેમને આ સજા નથી મળતી. મુસલમાન અહી છે તો સજા ભોગવશે.  તેમણે કહ્યુ કે અમારા પૂર્વજ કેમ ન ગયા પાકિસ્તાન ? તેમણે આ દેશને જ પોતાનુ વતન માન્યુ. હવે તેમને સજા તો મળશે અને તેઓ સહન કરશે. 
સપા સાંસદ આઝમ ખાને કહ્યુ કે 1947માં મુસલમાન કેમ ન ગયા ? આ મોલાના આઝાદ, પંડિત જવાહર લાલ નેહરુ અને સરદાર પટેલને પૂછો કારણ કે આ લોકોએ મુસલમાનોને વચન આપ્યા  હતા. સાથે જ તેમણે કહ્યુ કે બાપુ (રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી)ની અપીલ પર મુસલમાન પાકિસ્તાન નહોતા ગયા. બાપુએ મુસલમાનોને કહ્યુ હતુ કે આ દેશ તમારો છે.  જો ભાગલા બાકીના મુસલમાન પણ ઈચ્છતા તો દેશનો ચેહરો આ ન હોત. 
 
મૉબ લિચિંગની ઘટનાઓથી દુખી આઝમ ખને આગળ કહ્યુ કે મુસલમાન ભાગલાના ભાગીદાર નહોતા અને તેમના ગુનેગાર પણ નહોતા. પણ આજે તેમને સજા મળી રહી છે. તેમણે કહ્યુ કે મુસલમાન ભાગલા પછી સતત સજા ભોગવી રહ્યા છે.  હવે જે પણ સ્થિતિ હોય મુસ્લિમ તેનો સામનો કરશે.  આઝમ ખાને અનેક સવાલ કરતા પૂછ્યુ કે મુસ્લિમોને આટલા વચન કેમ આપવામાં આવ્યા ?