જયાપ્રદા વિરુદ્ધ આપત્તિજનક નિવેદન પર આઝમ ખાનની સફાઈ, બોલ્યા જો દોષી સાબિત થયો તો નહી લડુ ચૂંટણી

jaya parada azam khan
નવી દિલ્હી.| Last Updated: સોમવાર, 15 એપ્રિલ 2019 (13:09 IST)
લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવર આઝમ ખાને સોમવારે સ્પષ્ટ કર્યુ કે તેમણે ફિલ્મ અભિનેત્રી અને બીજેપી ઉમેદવર જયાપ્રદા વિરુદ્ધ કોઈ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરી
નથી. આઝમ ખાનની આ સફાઈ એ નિવેદન પછી આવી છે જેમા તેમણે એક રેલી દરમિયાન જયાપ્રદા વિરુદ્ધ ખાકી અંડરવિયર વાળુ નિવેદન આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે

જયાપ્રદા રામપુરથી બીજેપીની ટિકિટ પર વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે.

રવિવારે આઝમ ખાને જનસભા દરમિયાન જયાપ્રદા પર નિશાન સાધતા કહ્યુ હતુ, - જેને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેની પાસે તમારુ પ્રતિનિધિત્વ કરાવ્યુ.. તેની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા, હુ 17 દિવસમાં ઓળખી ગયો કે તેની નીચેની અંડરવિયર ખાકી રંગની છે.
જો કે તેમણે આ નિવેદનમાં જયાપ્રદાનુ નામ લીધુ નહોતુ.

સમાચાર એજંસી એએનઆઈને આઝમ ખાને કહ્યુ કે તેમણે પોતાના નિવેદનમાં કોકીનુ નામ લીધુ નથી. તેમણે કહ્યુ કે જો હુ દોષી સાબિત થઈ જાઉ છુ તો હુ લોકસભા ચૂંટણી 2019ની ઉમેદવારીમાંથી મારુ નામ પરત લઈશ અને ચૂંટણી નહી લડુ.

પોતાના નિવેદન પર સફાઈ આપતા તેમણે કહ્યુ કે
હુ કોઈનુ નામ નથી લીધુ. હુ જાણુ છુ કે મારે શુ કહેવુ જોઈએ. જો કોઈ સાબિત કરી દે છે કે મે ક્યાય કોઈનુ નામ લીધુ છે. કોઈનુ અપમાન કર્યુ છે તો હુ ચૂંટણી નહી લડુ.

આઝમ ખાને એએનઆઈને કહ્યુ કે 'મે દિલ્હીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે અસ્વસ્થ છે. જેણે કહ્ય હતુ - હુ 150 રાઈફલો લઈને આવ્યો હતો અને જો મે એ દિવસે આઝમ ખાનને જોયો હોત તો તેને ગોળી મારી દેતો. તેના વિશે વાત કરતા મે કહ્યુ, લોકોને જાણવામાં ખૂબ સમય લાગ્યો અને પછી જાણ થઈ કે તેણે આરએસએસના શોર્ટ્સ પહેર્યા હતા.

આગળ આઝમ ખાને કહ્યુ કે હુ રામપુરથી નવ વાર ધારાસભ્ય રહી ચુક્યો છુ અને મંત્રી પણ રહી ચુક્યો છુ. મને ખબર છે કે મારે શુ કહેવુ જોઈએ. જો કોઈ આ સાબિત કરી દે છે કે મે કોઈનુ નામ લઈને કોઈનુ અપમાન કર્યુ છે અને જો આ સાબિત થઈ જાય છે તો હુ ચૂંટણી નહી લડુ. સાથે જ તેમણે મીડિયા પર તેમના નિવેદને તોડી-મરોડીને રજુ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે હુ
હેરાન છુ. મીડિયા મને પસંદ નથી કરતુ. હુ પણ તેમને પસંદ નથી કરતો.આ પણ વાંચો :