શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 16 જુલાઈ 2019 (17:17 IST)

રાજકોટ: મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહની કરી હત્યા, પછી કરી આત્મહત્યા

રાજકોટમાં યુનિવર્સિટિ પોલીસ મથકના મહિલા ASI અને કોન્સ્ટેબલ આપઘાત કેસમાં FSL રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસ સહિત લોકો વિચારી રહ્યાં હતા કે, રિવરાજસિંહ પહેલા ખૂશ્બુની હત્યા કરી બાદમાં પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પરંતુ ગઇકાલે જ્યારે FSL રીપોર્ટ સામે આવ્યા બાદ ખુલાસો થયો છે કે, ખુશ્બુએ પહેલા રવિરાજસિંહની હત્યા કરી અને બાદમાં પોતા આત્મહત્યા કરી લીધી હોવનું સામે આવ્યું છે.
 
પોલીસના જમાવ્યા અનુસાર રવિરાજસિંહ જાડેજા અને મહિલા ASI ખુશ્બુ કાનાબાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા. જેની શંકાના આધારે પોલીસે બંનેના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ્સ અને સીસીટીવી ફૂટેજ સહિતના મુદ્દે તપાસ કરી હતી. જેમાં પોલીસ સમક્ષ સામે આવ્યું કે, રિવરાજસિંહ રોજ રાત્રે ખુશ્બુના ઘરે જતો હતો અને રાત્રીના 2થી 3 વગ્યા આસપાસ પોતાના ઘરે પરત ફરતો હતો.
 
જો કે, રિવરાજસિંહ ખુશ્બુને આર્થિક રીતે મદદ પણ કરતો હોવાનું પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે. 10 તારીખે મહિલા ASI ખુશ્બુ અને કોસ્ટેબેલ રવિરાજસિંહ ASI વિવેર કુછડીયા અને તેની પત્ની સાથે ખરીદી કરવા બહાર ગયા હતા. ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ રવિરાજસિંહ ખુશ્બુને તેના ફ્લેટ પર મુકવા ગયો હતો.
 
ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર, તે દિસે પણ રવિરાજસિંહ રાત્રે 3 વાગ્યાન આસપાસ તેના ઘરે જવા નિકળતો હતો. તે દરમિયાન ખુશ્બુએ તેના માથામાં ગોળી મારી હત્યા કરી હતી અને ત્યારબાદ ખુશ્બુએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે વખત મિસ ફાયર થયો હતો અને ત્રીજી ગોળી તેના જમણા લમણેથી પ્રવેશી ડાબા લમણેથી બહાર નીકળી હતી.