સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર: , મંગળવાર, 16 જુલાઈ 2019 (10:52 IST)

નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ: વાહન વ્યવહાર રાજ્યમંત્રી

બારડોલી .આર.ટી.ઓ. દ્વારા છેલ્લા એક વર્ષમાં ૬૦૯૦ નવા ડ્રાઇવિંગ લાયસન્સ અપાયા
 
 રાજ્યના નાગરિકો પોતાને અનુકૂળ સમય અને તારીખે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે તે હેતુથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી નાગરિકોને યોગ્ય સુવિધા મળી રહે જેના ભાગરૂપે તારીખ: ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં બારડોલી એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા કુલ ૬૦૯૦ નવા ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યા છે. જેમાં રૂ.૮૦.૬૪ લાખની આવક થઈ છે. તેમ સુરત (પશ્ચિમ)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા બારડોલી ખાતે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભાગૃહમાં પ્રત્યુત્તર આપતા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
 
કેન્દ્ર સરકારના મોટર વિહિકલ કલમ હેઠળ હવે શીખાઉ કાચા લાયસન્સ માટે સૌપ્રથમ સાથી-૪ ઉપર ઓનલાઇન અરજી કરવાની હોય છે. કાચા લાયસન્સ માટે કુલ ૪૨૬ પ્રશ્નોમાંથી ૧૫ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાંથી ૧૧ પ્રશ્નો સાચા હોય તો તેને પાસ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ અરજદારે ૩૦ દિવસથી ૧૮૦ દિવસમાં પાકા લાયસન્સ માટે અરજી કરવાની હોય છે. આમ નવીન પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ પારદર્શકતાથી ટેસ્ટ લેવામાં આવે છે તેમ વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા આ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નોનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું.