બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2019 (11:59 IST)

શેયર બજારમાં તેજી, સેંસેક્સ 118 અંક ચઢ્યો અને નિફ્ટી 11600 પર ખુલ્યો

share market
ગ્લોબલ બજારોથી મળેલ મજબૂત સંકેતો દ્વારા આજે ભારતીય શેયર બજારની શરૂઆત વધારા સાથે થઈ. વેપારની શરૂઆતમાં સેંસેક્સ 117.99 અંક એટલે કે 0.30 ટકા વધીને 38,941.10 પર અને નિફ્ટી 18.24 અંક એટલે કે 0.16 ટક વધીને 11,601.15 પર ખુલ્યો. રોકાણકારોની નજર આજે ઔઘોગિક ઉત્પાદન અને છુટક મોંઘવારીના આંકડા પર રહેશે.  જૂનની છુટક મોંઘવારીના આંકડા આજે રજુ થવાના છે.  આ ઉપરાંત મોનસૂનની પ્રગતિ પર પણ નજર બનાવી રાખશો. 
 
સ્મોલ મિડકૈપ શેરમાં વધારો 
 
આજના વેપારમાં દિગ્ગજ શેયર સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેયરમાં વધારો જોવા મળી રહ્યો છે બીએસઈનો સ્મોલકૈપ ઈંડેક્સ 0.05 ટકા અને મિડકૈપ ઈંડેક્સ 0.06 ટકા વધીને વેપાર કરી રહ્યો છે. 
 
બેકિંગ શેયરમાં વધારો - બેંક અને આઈટી શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.  નિફ્ટીના ઓટો ઈંડેક્સમાં 0.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બેંક નિફ્ટી ઈંડેક્સ 19 અંક વધીને 30736ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.  બીજી બાજુ આઈટી ઈંડેક્સ 0.08 ટકાના વધારા સથે વેપાર કરી રહ્યો છે. 
 
ટૉપ ગેનર્સ - યસ બેંક, એનટીપીસી, ઈંડસઈંડ બેંક, ઈફોસિસ, એચડીએફસી, યૂપીએલ 
 
ટૉપ લૂઝર્સ - ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો, હીરો મોટોકોર્પ, એશિયન પેંટ્સ, ભારતી એયરટેલ, કોટક મહિન્દા.