મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (11:49 IST)

શુ પાકિસ્તાનની કૈદમાંથી મુક્ત થઈ શકશે કુલભૂષણ જાધવ, ICJનો આજે આવશે નિર્ણય

આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઈસીજે) ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલ મામલે બુધવારે પોતાનો નિર્ણય આપશે. આ અવસરે પાકિસ્તાનના કાયદાકીય વિશેષજ્ઞોની એક ટીમ હેગ પહોંચી ચુકી છે. પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ દ્વારા જાધવને દબાણવાળા કબુલનામાના આધાર પર મોતની સજા સંભળાવવાના ચુકાદાને ભારતે આઈસીજીમાં પડાકર આપ્યો છે. . પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે દેશના કાયદાકીય નિષ્ણાતોના મતે આઇસીજે કુલભૂષણ જાધવને છોડવાના ભારતીય અનુરોધને ઠુકરાવી દેશે.
 
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેનાના રિટાયર અધિકારી કુલભૂષણ જાધવ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાની સુરક્ષા બળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસી અને આતંકવાદના આરોપમાં બલુચિસ્તાનથી ધરપકડ કરી હતી. ત્યારબાદ જાધવને મોતની સજા સંભળાવી હતી. જો કે ભારત પાકિસ્તાનના દાવાને ધડમૂળથી નકારી રહ્યું છે.
 
ભારતનું કહેવું છે કે કુલભૂષણ જાધવ રિટાયરમેન્ટ લઇ ચૂકયા હતા. તેઓ બિઝનેસના સિલસિલામાં ઇરાન ગયા હતા. જ્યાં તેમની પાકિસ્તાનની ગુપ્તચર અધિકારીઓએ પકડી લીધા હતા. ભારતે પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા જાધવને ફાંસી સજા સંભળાવાની વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવના ફાંસી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે આ કેસમાં આજે સુનવણી છે.