મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (18:16 IST)

Guru Purnima - જાણો પૂજાવિધિ અને ગુરૂ ન હોય તો કેવી રીતે કરશો પૂજા

ગુરૂ પૂર્ણિમા પર્વ ગુરૂની પૂજા કરવા અને તેના પતિ સન્માન પ્રકટ કરવાનો તહેવાર છે. ગુરૂ પૂર્ણિમાના દિવસે ઘણા લોકો પોતાના દિવંગત ગુરૂ અથવા બ્રહ્મલીન સંતોની  ચિતા કે તેમની પાદુકાનુ ધૂપ દીપ પુષ્પ ચોખા ચંદન નૈવૈદ્ય વગેરેથી વિધિવત પૂજન કરે છે. 
 
ગુરૂ પૂર્ણિમા પર આ રીતે કરો પૂજા 
 
ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દૈનિક ક્રિયાથી  નિવૃત્ત થઈને સ્નાન કરી લો
 
સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ, શિવજીની પૂજા કર્યા પછી ગુરૂ બૃહસ્પતિ, મહર્ષિ વેદવ્યાસની પૂજા કર્યા પછી તમારા ગુરૂની પૂજા કરો. 
 
ઘરની ઉત્તર દિશામાં સફેદ અસ્ત્ર પર ગુરૂનુ ચિત્ર મુકો 
 
ગુરૂને ફુલોની માળા પહેરાવો. મીઠાઈથી નૈવેદ્ય લગાઓવ અને આરતી ઉતારીને તેમનો આશીર્વાદ ગ્રહણ કરો. 
 
ધ્યાન રાખો કે સફેદ કે પીળા વસ્ત્ર પહેરીને ગુરૂ પૂર્ણિમાની પૂજા કરો 
 
આધ્યામ્તિક ગુરૂ નથી તો 
 
આ દિવસે તમે તમારા ગુરૂ અને ટીચર્સ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરી શકો છો. જો તમે કોઈને તમારો આધ્યાત્મિક ગુરૂ નથી બનાવ્યા તો તમે વેદ પુરાણ અને શાસ્ત્રોની પણ પૂજા કરી શકો છો. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યા પછી પહેલીવાર પોતાના શિષ્યોને પુરાણોનુ જ્ઞાન આપ્યુ હતુ. તેથી આ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા કહે છે.