મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (14:57 IST)

અમદાવાદ: 6 થી 8 ના વર્ગ ટુંક સમયમાં શરૂ થશે: શિક્ષણ મંત્રી

ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11 ના વર્ગ ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દરસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે તબક્કાવાર વર્ગ ચાલુ કરવામાં આવશે.આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે જે બાદ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે..
 
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે જે બાદ કોરો કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં ધોરણ 6 થી 8 જા વર્ગ શરૂ કરવામાં આવશે.તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી તેનું અમે પાલન કર્યું છે.ધરણ 12 અને તે બાદ 9 થી 11 ના વર્ગ ચાલુ છે ત્યારે હવે ટૂંક સમયમાં 6 થી 8 ના વર્ગ ચાલુ કરવામાં આવશે.
 
ઉપરાંત ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે તે અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી જેની ફરિયાદ મળી છે તો ફરિયાદની તપાસ કરવામાં આવશે અને 25 ટકા ફી માફી નું પાલન કરાવવામાં આવશે.ધોરણ 10 ના CBSE બોર્ડના પરિણામ અંગે કહ્યું કે અમે CBSE બોર્ડ કરતા આગળ છીએ. અમે પહેલા પરિણામ જાહેર કર્યું હતું ત્યારે CBSE બોર્ડે હવે પરિણામ જાહેર કર્યું છે...