શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2024 (13:32 IST)

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં સ્થિત જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાને લઈને મોટો ખુલાસો થયો છે. તપાસમાં આ સામે આવ્યુ છે કે હિંસા સુનિયોજીત હતી અને તેની પાછળ તુર્ક અને પઠાન સમુહની વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી. જેને ચાર જીંદગીઓ લઈ લીધી.  જેમા બધા પઠાન ધારાસભ્ય ઈકબાલ મહેમૂદ અંસારીના સમર્થક હતા. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. સૂત્રો મુજબ હિંસાના મુખ્ય કારણોમાં તુર્ક બનામ પઠાન અને દેશી બનામ વિદેશીના મુદ્દાને હવા આપવામાં આવી. જેને કારણે બંને સમુહોના સમર્થકો વચ્ચે તનાવ ચરમ સીમા પર પહોચી ગયો.  
 
હિંસાની ચિંગારી એ સમયે ભડકી જ્યારે તુર્ક સમુહના સાંસદ સમર્થકોએ  પઠાન સમુહના ધારાસભ્ય ઈકબાલ મહેમૂદ અંસારીના સમર્થકો પર ગોળીઓ ચલાવી દીધી. આ ગોળીબારીમાં પઠાણ, સૈફી અને અંસારીના સમુહના લોકો માર્યા ગયા.  એકબીજાને નીચા બતાવવાની કોશિશમાં આ લોહિયાળ રમત રમાઈ. અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થયુ છે કે પોલીસની ગોળીથી કોઈ ઘાયલ થયુ નથી અને માર્યા ગયેલા બધા નાગરિક ધારાસભ્યનાના સમર્થક હતા. 
 
 
સાંસદ અને ધારાસભ્યના પુત્ર પર કેસ 
બીજી બાજુ સંભલ હિંસામાં અત્યાર સુધી સાત કેસ નોંધવામાં આવ્યા છે અને 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હિંસા મામલે સમાજવાદી પાર્ટી (SP) ના ક્ષેત્રીય સાંસદ જિયા ઉર્ર રહેમાન બર્ક અને સંભલ સદર સીટ પરથી સપા ધારાસભ્ય ઈકબાલ મહેમૂદના પુત્ર સુહેલ ઈકબાલનુ નામ સામે આવ્યુ છે. પોલીસે હિંસામાં ઘાયલ થયેલા ઈંસ્પેક્ટર દીપક રાઠીના નિવેદન પર 800 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમા બર્ક અને સુહેલ ઈકબાલનુ નામ સામે આવ્યુ છે.  
 
કેવી રીતે થઈ હિંસાની શરૂઆત ? પોલીસે જણાવી હકીકત 
 
સંભલ પોલીસ અધીક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યુ કે હિંસાની શરૂઆત તુર્ક અને પઠાન સમુહ વચ્ચે તનાવથી થઈ. જેમા બર્ક અને તેમન સમર્થકોએ ભડકાઉ નિવેદન આપ્યા હતા. બર્કને પહેલા પણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ની ધારા 168 હેઠળ નોટિસ આપવામાં આવી હતી.  જેમા તેમણે જામા મસ્જિદના સંરક્ષણને લઈને ઉશ્કેરવની વાતો કરી હતી.  વિશ્નોઈએ જણાવ્યુ કે આ હિંસા એ એ સમયે થઈ જ્યારે જામા મસ્જિદનુ સર્વેક્ષણ થઈ રહ્યુ હ તુ અને ત્યારબાદ પત્થરમારો અને ગોળીબારીની ઘટનાઓ સામે આવી.