બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુવાહાટી , રવિવાર, 19 જુલાઈ 2009 (16:41 IST)

વિસ્ફોટના ષડયંત્રનો પર્દાફાશ

અસમમાં પોલીસે ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રંટ અસમ ઉલ્ફાના એક ખતરનાક ઉગ્રવાદીને આજે ઝડપી લેતાં ઉગ્રવાદી સંગઠનની 15મી ઓગસ્ટના દિવસે વિસ્ફોટ કરવાની યોજનાનો પર્દાફાશ થયો હતો.

પોલીસ મહાનિરીક્ષક કાનૂન વ્યવસ્થા ભાસ્કર જે મહંતાએ જણાવ્યું કે, એક સુચનાના આધારે નતુન સરાનિયા વિસ્તારમાં બાલેન મેઘીના ઘરે છાપો માર્યો હતો અને એના સંબંધી ઇન્દ્રીવર બાનિયાને ઝડપી લઇ એની પાસેથી પણ અત્યાંધુનિક વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. બાનિયા ઉલ્ફાનો ખતરનાક ઉગ્રવાદી છે અને તે સ્વતંત્રતા દિવસે વિસ્ફોટક કરવાનો હતો.

પોલીસના અનુસાર એમની પાસે ટાઇમ બોમ્બ હતા જેને કોઇ પણ ભીડવાળા વિસ્તારમાં રાખવાનો આદેશ ઉપરથી અપાયો હતો. ટાઇમ બોમ્બને ગમે તે ઘડીએ ફીટ કરી શકાય છે અને તે 365 દિવસ પહેલા પણ ફીટ કરી શકાય છે.