સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

ગણેશજીના અવતાર

N.D
શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે.

વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે.
એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે.
મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે.
ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને સિદ્ધિ આપનાર તેમજ લોભાસુરના હંતા છે.
લંબોધર- જે મુષકવાહન તેમજ ક્રોધાસુરના હંતા છે.
વિકેટ- જે મયુરવાહન તેમજ કામાસુરના હંતા છે.
વિધ્નરાજ- જે શેષવાહન અને મયાસુરના હંતા છે.
ધૂમ્રવર્ણ- હે મુષકવાહન તેમજ અહંતાસુરના હંતા છે.

આ અવતારો તેમજ તેમના દ્વારા મારવામાં આવેલ અસુરના વિશે વિવેચન કરીને જોઈએ તો મત્સર, મદ, મોહ, ક્રોધ, કામ, મમતા તેમજ અહંતારૂપ અંતશશત્રુઓનો જ સંકેત આપે છે. સાધકના અરિષ્ટનો નાશ કરીને પરમપદ પ્રાપ્તિ કરવાનો સંકેત તેમની અવતાર-લીલાઓથી જ્ઞાત થાય છે.

યુગભેદથી ગણેશના જુદા જુદા રૂપોનું ધ્યાન

કૃતયુગમાં - સિંહારૂઢ, દશબાહુ, તેજોરૂપ તેમજ કશ્યપના સુત શ્રીગણેશજીનું ધ્યાન કરવું જોઈએ.
ત્રેતાયુગમાં - મયૂરવાહન, ષડભુજ, શશિવર્ણ તેમજ શિવપુત્ર શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
દ્વાપરમાં - મુષકારૂઢ, ચતુર્ભુજ, રક્તવર્ણ તેમજ વરેણ્યં સુતના સૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરો.
કળયુગમાં- ધુમ્રવર્ણ, દ્વીબાહુ તેમજ સર્વભાવજ્ઞના રૂપમાં શ્રી ગણેશજીનું ધ્યાન કરીને તેમની ઉપાસના કરવી યોગ્ય છે. આ જ વાત ગણેશપુરાણમાં પણ સુચવેલી છે-
ध्यायेत्‌ सिंहगतं विनायकममुं दिग्बाहुमाद्ये युगे
त्रेतायां तु मयूरवाहनममुं षड् बाहुकं सिद्धिदम्‌।
द्वापरे तु गजाननं युगभुजं रक्तांगरागं विभुं
तुर्ये तु द्विभुजं सितांगरुचिरं सर्वार्थदं सर्वदा॥