Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન
વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો.
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે. આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે. બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ.
2. વ્હાઈટને કરો એવોઈડ - આ વાતનુ ધ્યાન રાખો કે ચાદરનો કલસ વ્હાઈટ કે વ્હાઈટ બેઝ બિલકુલ ન હોય. તેમને સાફ કરવામાં સમસ્યા તો થાય જ છે સાથે જ તેનાથી વાતાવરણ ક્યારેક ભારે અનુભવાય છે.
3. સેંટેડ કૈડલ્સ - સેંટેડ કેંડલ્સને આ રૂમમાં સ્થાન આપો. તેનાથી ભેજની ગંધ દૂર થવા ઉપરાંત વાતાવરણ જીવંત પણ થઈ જશે. આ રીતે તમે વરસાદમાં થનારા પાવર કટથી પણ વધુ પરેશાન નહી થાવ. સાઈડ ટેબલ્સ કે કૉફી ટેબલ પર તેને મુકી શકાય છે.
4. પારદર્શી પડદા - આ જ સમય છે કે જ્યારે પડદાને પારદર્શી કરી શકાય છે. પારદર્શી પડદાથી સૂરજની ઓછી રોશની પણ રૂમમાં ભરપૂર અનુભવાય છે. લાઈટ કલર પસંદ કરશો તો ફરક જાતે જ અનુભવશો. ભારે પડદાંમાં ભેજની સમસ્યા થાય છે. આ માટે તેમને સાચવીને પેટીમાં મુકી દેવા જ યોગ્ય છે.