શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 6 એપ્રિલ 2018 (10:23 IST)

9 કારણ જેના લીધે ઘરમાં રહે છે પૈસાની કમી

વાસ્તુદોષ ફક્ત ઘરમાં જ નહી પણ ઘરમાં ચારેબાજુ ફેલાયેલી વસ્તુઓ પણ પોતાનો પ્રભાવ બતાવે છે. ઘર વાસ્તુ મુજબ સજાવવાથી જ લાભ નથી મળતો પણ ઘરની બહાર મેન ગેટ સામે અને તેની આસપાસની વસ્તુઓનું  પણ ધ્યાન રાખવુ પડે છે. 
 
1. ઘરની સામે ઝાડ કે થાંભલો હોવાથી બાળકોને કોઈને કોઈ દુ:ખ ઘેરતુ રહે છે. તે શાંતિથી જીવન વિતાવી શકતા નથી. 
2. મેન ગેટ સામે ખાડો અથવા કુંવો હોય તો પારિવારિક સભ્યોને માનસિક રોગ ઘેરાયેલો રહે છે. 
3. મેન ગેટ સામે કીચડ કે ગંદકી હોય તો પરિવારમાં કોઈને કોઈ કારણવશ ઉદાસી છવાયેલી રહે છે. 
4. મેન ગેટ સામે ગંદુ પાણી એકત્ર રહેતુ હોય તો ઘરના લોકોને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

5. મેન ગેટની બરાબર સામે ઘરનુ મંદિર કે પૂજા સ્થળ ન હોવુ જોઈએ. આવુ હોવાથી ઘરમાં દેવી-દેવતા નિવાસ નથી કરતા અને દુ:ખોનો સામનો કરવો પડે છે. 
6. ઘરના મેન ગેટના દરવાજા અંદરની તરફ ખુલે તો એ શુભ માનવામાં આવે છે. જો આવુ ન હોય તો દરવાજા પર તોરણ લગાવી દેવુ જોઈએ. 
7. ઘરની બહારથી આવનારી નેગેટિવ એનર્જીને ઘરમાં આવતા રોકવા માટે મેન ગેટ પર રોજ સ્વાસ્તિક, ઓમ જેવા શુભ ચિહ્ન બનાવવા જોઈએ. 
8. સૂકા કે કાંટાવાળા છોડને ઘરના આંગણમાં ન મુકવા જોઈએ. આવા છોડ ઘરમાં નેગેટિવ એનર્જી વધવાના કારણ બની શકે છે. 
9. મેન ગેટ પાએ કે સામે ડસ્ટબીન ન મુકવુ જોઈએ. આવુ કરવાથી પરિવારન લોકો વચ્ચે લડાઈ-ઝગડો થવાની શક્યતા વધી જાય છે.