1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (08:26 IST)

પગમાં વિંછીયા કેમ પહેરે છે સુહાગન યુવતીઓ, 99% લોકો નથી જાણતા અસલી કારણ

Benefits of toe ring:  ભારતમાં તમે વધારેપણુ મહિલાઓના પગમાં વિંછીયા પહેરતા જોયુ હશે. ચાંદીની વિંછિયા ધારણ કરવાથી મહિલાઓને ઘણા લાભ મળે છે. એવુ કહેવાય છે કે આ એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. જેનાથી અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર થાય છે. 
 
યુવતીઓ દ્વારા વિંછીયા પહેરવાને લઈને જુદા-જુદા તથ્ય આપ્યા છે. એવુ કહેવાય છે કે પગની આંગળી દિલ અને યુવતીઓના ગર્ભાશય સુધી જાય છે. વિંછીયા પહેર્યા પછી તેના પર દબાણ પડે છે અને લોહીનુ સંચાર સારુ રહે છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પગમાં વિંછીયા પહેરવાથી મહિલાઓનુ બલ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે સિવાય અનિયમિત  માસિક ધર્મની ફરિયાદ પણ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે વિંછિયા એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. 
 
- વિંછીયો એક્યૂપ્રેશર ઉપચાર પદ્ધતિ પર કાર્ય કરે છે. જેમાથી શરીરના નીચલા અંગના તંત્રિકા તંત્ર અને માંસપેશિયો સબળ રહે છે. 
 
- વિંછીયો એક ખાસ નસ પર પ્રેશર બનાવે છે. જે ગર્ભાશયમાં સમુચિત રક્તસંચાર પ્રવાહિત કરે છે. આ રીતે વિંછીયો સ્ત્રીઓની ગર્ભધારણ ક્ષમતાને સ્વસ્થ રાખે છે. 
 
- માછલીની આકારની વિંછીયો સૌથી વધુ અસરદાર માનવામાં આવે છે. માછલીનો આકાર મતલબ વચ્ચે ગોળાકાર અને આગળ-પાછળ થોડી અણીદાર જેવી.