ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: રવિવાર, 12 માર્ચ 2023 (01:37 IST)

ઉનાળામાં તમારું AC ઓન કરતા પહેલા જરૂર કરો આ 4 કામ, વીજળીનું બિલ આવશે ઓછું, કુલિંગ પણ શાનદાર

ac tips
Tips for Air conditions - શિયાળાની ઋતુ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં ગરમી લોકોને પરેશાન કરવા લાગશે. ઘર-ઓફિસમાં એર કન્ડીશનીંગ(AC)વિના  લોકો માટે રહેવું મુશ્કેલ થઈ જશે. જો તમે પણ ઉનાળાની ગરમીથી બચવા માટે તમારું AC ચલાવવાનું વિચારી રહ્યા છો, તો તેને ચાલુ કરતા પહેલા પાંચ બાબતોનું ધ્યાન રાખો. તેનાથી તમારું વીજળીનું બિલ તો ઘટશે જ, પરંતુ સાથે જ એસી કૂલીંગમાં પણ સુધારો થશે.
 
કૂલિંગ મોડથી બચો - જો તમે આ ઉનાળામાં પહેલીવાર તમારું AC ચાલુ કરવા જઈ રહ્યા છો, તો શરૂઆતમાં તેને કૂલિંગ મોડમાં ન ચલાવો. થોડા સમય માટે સામાન્ય ફેન મોડ પર AC ચલાવો. આ પછી, તેને ધીમે ધીમે કૂલિંગ મોડ પર લઈ જાઓ. ઉલ્લેખનીય છે કે AC ઘણા દિવસોથી બંધ રહેવાને કારણે તેની અંદર ધૂળના કણો જમા થઈ જાય છે. ફેન મોડ પર ચાલુ કરવાથી અંદરથી મોટાભાગે તે સાફ થઈ જાય છે.
 
AC ની સર્વિસ - આ ઉનાળામાં તમારા ACને ચાલુ કરતા પહેલા, તેને સારી રીતે સાફ જરૂર કરી લો જેથી તે સારી રીતે ઠંડક આપી શકે. જો તમે ઇચ્છો તો કેટલાક ભાગ બ્રશની મદદથી ઘરે જ સાફ કરી શકો છો. જવી કે એસીની જાળી. 
 
સ્વીચ બોર્ડ- તમારું AC આખા શિયાળા માટે બંધ રહેતું હોવાથી તમને એ પણ ખબર નથી હોતી કે તેને પાવર સપ્લાય કરતું સ્વીચબોર્ડ કે પ્લગ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. તેમાં થોડી પણ ખામી મોટી શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. એટલા માટે AC ચાલુ કરતા પહેલા તેને ચેક કરાવી લો.
 
એક જ ટેમ્પરેચર પર ચલાવો  - તમારે શરૂઆતમાં વધુ ઠંડકની જરૂર નથી. એટલા માટે ચોક્કસ તાપમાને જ AC ચલાવો. ACને  એક જ ટેમ્પરેચર પર ચલાવવાથી અથવા તેને સ્ટબલ  રાખવાથી વીજળીના બિલ પર ઘણી અસર પડે છે. તમે શરૂઆતમાં ACનું તાપમાન 24 થી 26 ની વચ્ચે રાખી શકો છો.