ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : રવિવાર, 30 જૂન 2019 (10:18 IST)

સૂર્યગ્રહણને જુઓ તો ભૂલીને પણ ન કરવી આ ભૂલોં, આંખની રોશની ગુમાવી શકો છો...બચાવના 3 ઉપાય

2 જુલાઈ સૂર્યગ્રહણ છે, પણ જો તમને તે જોવાનો છે, તો તમારે સાવચેતી રાખવી પડશે, અન્યથા તમે તમારી દ્રષ્ટિ ગુમાવશો.ALSO READ: ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૌર ગ્રહણ દરમિયાન ખતરનાક સૌર કિરણોત્સર્ગનું ઉત્સર્જન થાય છે. આ સૌર વિકિરણ આંખોના નાજુક ટિશૂને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી આંખ ખરાબ પણ થઈ શકે છે. તેને રેટિનાલ સનબર્ન તરીકે ઓળખવામાં આવે છે.ALSO READ: ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

તેથી નગ્ન આંખોથી સૂર્ય ગ્રહણ ન જુઓ. સામાન્ય ચશ્મા સાથે ક્યારેય ગ્રહણ ન જુઓ તમે આ માટે યોગ્ય લેન્સ અથવા ગોગલ્સ લગાવી શકો છો. ઘરમાં મૂકેલી એક્સરે ફિલ્મને આંખના આગળ રાખી પણ ગ્રહણ જોઈ શકો છો. પણ તેમાં સ્ક્રેચ નહી હોવા જોઈએ. 
ગ્રહણ જોવા માટે સોલર ફિલ્ટર કે સોલર વ્યૂઅરનો પ્રયોગ કરી શકો છો. સૂર્યગ્રહણને તેમના નાર્મલ કેમરામાં કેદ ન કરવું. આવું કરવાથી તમારી આંખને નુકશાન પહોંચી શકે છે. સૂર્યગ્રહણના વગર કોઈ સુરક્ષાના જોવાથી રંગને ઓળખવાની સમસ્યા ઝીલવી પડી શકે છે. 
 
નિષ્ણાત મુજબ, ગર્ભવતી સ્ત્રીઓની પેટની ત્વચા ગર્ભના રક્ષણ માટે પાતળા રક્ષણાત્મક શેલ જેવા કામ કરે છે. આ રીતે, સૂર્ય ગ્રહણ થતા રેડીયેશનથી ચામડીને ભારે નુકસાન થઈ શકે છે.