ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

દહી - એક સર્વોત્તમ આહાર

N.D
દૂધ દહી કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ અમારા દાંતો અને હાડકાંઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને આ કેલ્શિયમ દૂધ કરતા દહીંમાં 18 ગણુ વધુ હોય છે.

દૂધની અંદર જે જીવીત કીટાણુ હોય છે, તે દહીંની સાથે જામી જવાથી દૂધમાં કેટલાય ગણુ વધુ લાભપ્રદ થઈ જાય છે. તેમા પાચનની મોટી વિલક્ષણ શક્તિ આવી જાય છે. દહીંમા વિટામીન બી ની માત્રા પણ વધુ હોય છે. દૂધ જ્યારે દહીંનુ રૂપ લઈ લે છે તો તેની શર્કરા એસિડનુ રૂપ લઈ લે છે. તેનાથી પણ પાચનમાં મદદ મળે છે.

દહીંના ફાયદા

- લોહીની કમી, દુર્બળતાથી પીડિત વ્યક્તિઓ માટે દહી અમૃત છે
- દઝાડનારા તાવમાં દહીથી દૂર ન ભાગો. દહી તાવના વિશને તરત બહાર કાઢે છે. જે માટે પર્યાપ્ત માર્ગદર્શન હોવુ જરૂરી છે.
- જેના પેટમાં કૃમિ હોય, ચરબી હોય, ખોરાકમાં સ્વાદ ન લાગતો હોય કે ભૂખ ઓછી લાગતી હોય એવી વ્યક્તિઓ માટે દહીં ખૂબ ફાયદાકારી છે.
- દહીને શરીર પર મસળીને સ્નાન કરવાથી ત્વચા કોમળ અને સુંદર બને છે.
- દાંતોની બીમારીઓમાં પણ દહીંનુ સેવન કરવુ લાભપ્રદ છે.
- દહીંની લસ્સીમાં મધ નાખીને પીવાથી સૌદર્યમાં આશ્ચર્યજનક વધારો થાય છે.
બ્રેળ્હટન યૂનિવર્સિટી - ના બાળ રોગ વિશેષજ્ઞ પ્રો. એ. વૈડરહૂપની શોધમાં એ જોવા મળ્યુ છે કે દહીંમાં શરીરમાં ઈમ્યુનિટી વધારવાની અદ્દભૂત ક્ષમતા છે, જે દમા અને એલર્જીના રોગામાં ફાયદાકારક છે.