ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (00:48 IST)

ચાને કેટલા સમય સુધી ઉકાળવી જોઈએ? જો આના કરતા વધુ ઉકાળશો તો બની જશે નુકશાનદાયક

How Long to boil Tea
How Long to boil Tea
ભારતમાં મોટાભાગના લોકો કડક ચા પીવાનું પસંદ કરે છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ દૂધવાળી ચા પીવી પસંદ કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ચા બનાવતી વખતે થોડીક બેદરકારી તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
 
ચા ક્યાં સુધી ઉકાળવી ?
જો તમે દૂધની ચા બનાવતા હોય  તો તમારે દૂધ ઉમેર્યા પછી તેને 2 થી 3 મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાનું ટાળવું જોઈએ. જો ચામાં ઉમેરવાનું દૂધ પહેલેથી જ ગરમ હોય, તો તમે ઉકળતા સમયને થોડો ઘટાડી શકો છો. જો તમે દૂધ સાથે ચાને ત્રણ મિનિટથી વધુ સમય માટે ઉકાળો છો, તો તમારી ચાનો સ્વાદ કડવો થઈ શકે છે.
 
સ્વાસ્થ્ય માટે હાનિકારક
દૂધની ચા  લાંબા સમય સુધી ઉકાળવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર નેગેટીવ અસર પડી શકે છે. લાંબા સમય સુધી ઉકાળેલી ચા પીવાથી તમને એસિડિટી, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે ચાને ત્રણ મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.
 
ચાને વારંવાર ગરમ ન કરો
તમારે ચા સર્વ કરવાના થોડા જ સમયમાં તેને પીવી જોઈએ. કેટલાક લોકો  જ્યારે તેમની ચા ઠંડી થાય છે તો તેને ફરીથી ગરમ કરે છે અને પીવે છે. પરંતુ ચાને વારંવાર ગરમ કરવાની આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ રીતે વારંવાર ચા ગરમ કરીને પીવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે, તેથી ચાને એક જ વારમાં સર્વ કરવી જોઈએ.