બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (12:45 IST)

અમદાવાદની શરમજનક ઘટના, પ્રોફેસર પર વિદ્યાર્થીનીનો છેડતી કર્યાંનો આરોપ

અમદાવાદના સોલા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં MBBSના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આસિસ્ટંટ પ્રોફેસર પર છેડતીનો આરોપ મૂક્યો છે. આ મામલામાં મંગળવારે વિદ્યાર્થિનીએ સોલા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે. FIRમાં વિદ્યાર્થિનીએ લખાવ્યું છે કે, કોલેજ સત્તાધિશોને શારીરિક સતામણીની ફરિયાદ કર્યા છતાં તેમણે કોઈ પગલાં ભર્યા નહોતા.આ ઘટનાની વિગતો જોઈએ તો સોલા સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી એક સ્ટુડન્ટે ને પ્રાઈવેટ ટ્યુશન માટે અન્ય વિદ્યાર્થીઓના રેફરન્સથી આસિસ્ટન્ટ પ્રોફેસર પંકજ આખેલકરનો સંપર્ક કર્યો હતો. પંકજ આખેલકરે મળવા માટે 19 જૂનના સાંજે 6 વાગ્યે મળવાનો સમય આપ્યો હતો. આ વાતચીત માટે વિદ્યાર્થીની અને પ્રોફેસર લીફટમાં જઇ રહ્યા હતા ત્યારે પ્રોફેસરે વિદ્યાર્થીનીને બાથમાં ભીડીને જબરદસ્તીથી કિસ કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પરિવારના સભ્યોની સંમતિ બાદ એક અઠવાડિયા પછી તેણે મંગળવારે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છેઆ મામલામાં પોલીસે IPCની કલમ 354 હેઠળ પ્રોફેસર સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. પ્રોફેસરની હજુ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે કોલેજના CCTV ફૂટેજ ભેગા કરવાના શરૂ કર્યા છે અને પ્રોફેસર અખોલકર વિશે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સની પૂછપરછ થશે. જોકે લીફટમાં સીસીટીવી લાગેલા નહીં હોવાથી જરૂરી પુરાવા એકત્રિત કરવા તજવીજ શરુ કરાઈ છે.