રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (10:17 IST)

Shradh paksh 2017 -કઈ તિથિનું શ્રાદ્ધ ક્યારે?

ભાદરવી પૂનમ સાથે જ મંગળવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧6 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. આવતીકાલે પૂનમ અને એકમ બંનેનું શ્રાદ્ધ છે.
ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
 
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૃરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં સાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે ઉપયોગમાં લેવાય છે.  વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
 
આવો આપણે અહીં કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તે બાબત વિગતે જોઇએ. હા એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના ૧ર-૦૦થી ૧-૧પ વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.
પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું?
 
શ્રાદ્ધ                                   તિથિ                                  તારીખ
 
મહાલયા પ્રારંભ                  ભાદરવા સૂદ પૂનમ               6 સપ્ટેમ્બર
 
એકમનું શ્રાદ્ધ                      ભાદરવા વદ એકમ              7  સપ્ટેમ્બર
   
 બીજનું શ્રાદ્ધ                      ભાદરવા વદ બીજ               8  સપ્ટેમ્બર
   
ત્રીજનું શ્રાદ્ધ                        ભાદરવા વદ ત્રીજ            9   સપ્ટેમ્બર
   
પાંચમનું શ્રાદ્ધ- ભરણી શ્રાદ્ધ    ભાદરવા વદ ચોથ  (સાથે)  પાંચમ                  10   સપ્ટેમ્બર
             
છઠ્ઠનું શ્રાદ્ધ-કૃતિકા શ્રાદ્ધ         ભાદરવા વદ છટ્વ             11  સપ્ટેમ્બર
 
સાતમનું શ્રાદ્ધ                 ભાદરવા વદ સાતમ               12 સપ્ટેમ્બર
   
આઠમનું શ્રાદ્ધ                ભાદરવા વદ આઠમ               13સપ્ટેમ્બર
   
નોમનું શ્રાદ્ધ /વિધવા નોમ   ભાદરવા વદ નોમ             14  સપ્ટેમ્બર (વિધવા નોમ)
 
દસમનું શ્રાદ્ધ                    ભાદરવા વદ દસમ               15   સપ્ટેમ્બર
   
અગિયારસનું શ્રાદ્ધ                ભાદરવા વદઅગિયારસ     16  સપ્ટેમ્બર
   
બારસનું શ્રાદ્ધ                        ભાદરવા વદ બારસ    17   સપ્ટેમ્બર((સંન્યાસીઓનું શ્રાદ્ધ) )
   
તેરસનું શ્રાદ્ધ (મધા શ્રાદ્ધ)         ભાદરવા વદ તેરસ            18 સપ્ટેમ્બર
 
અમાસનું શ્રાદ્ધ                       ભાદરવા  સૂદ ચતુર્દશી        19 સપ્ટેમ્બર(અકસ્માતથી મૃત્યુ પામનારનું શ્રાદ્ધ,)
 
સર્વપિતૃ ાઅમાવસ્યા             ભાદરવા  અમાવસ્યા          20    સપ્ટેમ્બર
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો