રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હીઃ , ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (12:24 IST)

18 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા અને 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેંડમાં થશે મતદાન.. 3 માર્ચના રોજ પરિણામ

મુખ્ય ચૂંટણી પ્રમુખ એ કે જ્યોતિએ કહ્યુ કે ત્રિપુરા મેઘાલય અને નાગાલેંડમાં થનારી વિધાનસભા ચૂંટ્ણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થશે. તેમને કહ્યુ કે 18 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા અને 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેંડમાં થશે મતદાન. આ ત્રણેય રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 માર્ચના રોજ આવશે. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચના રોજ નાગાલેંડનો 13 માર્ચના રોજ અને ત્રિપુરાનુ 14 માર્ચના રોજ પુરૂ થઈ રહ્યુ છે.
 





મેઘાલાય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચાલુ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય રાજ્યોની તારીખો જાહેર કરી. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 6 માર્ચના રોજ, નાગાલેંડનો 13 માર્ચના રોજ અને ત્રિપુરાનો 14 માર્ચના રોજ ખતમ થઈ રહ્યો છે. 
 
કયા રાજ્યમાં છે કોની સરકાર 
 
મેઘાલયમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ, બીજેપી અને એનપીપી વચ્ચે અહીંયા મુખ્ય જંગ જામશે. 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અહીંયા ખાતુ પણ ખોલી શકી નહોતી.  ત્રિપુરામાં 1993થી માકપાની સરકાર સત્તા પર છે.   ત્રિપુરામાં પણ વિધાનસભાની 60 સીટ છે. અહીંયા હાલ ડાબેરી સરકાર છે. 1998થી રાજ્યમાં માણિક સરકાર મુખ્યમંત્રી છે. માણિક સરકાર તેમના પગારનો કેટલોક હિસ્સો પાર્ટીને પણ આપે છે.  નાગાલેંડમાં નાગા પીપુલ્સ ફ્રંટની સરકાર છે અને તેને બીજેપીનુ સમર્થન મળેલુ છે. અહીંયા વર્ષ 2003થી નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટની સરકાર છે. એનપીએફ, એનડીએની સહયોગી પાર્ટી છે. અહીંયા એનપીએફ-બીજેપીની લડાઇ કોંગ્રેસ સાથે છે. ટી આર જેલિયાંગ રાજ્યના સીએમ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એનપીએફને 60માંથી 38 સીટ મળી હતી.