બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રાહુલ પહોંચ્યા ભટ્ટા-પારસૌલ ગામ

N.D
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી ગ્રેટર નોયેડામાં વિરોધ પ્રદર્શન કરી રહેલ ખેડૂતોને મળવા માટે બુધવારે સવારે અચાનક ભટ્ટા-પારસૌલ ગામ પહોંચી ગયા.

રાહુલ ગાંધી ગ્રેટર નોયેડામાં જમીન અધિગ્રહણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલ ખેડૂતોને મળવા બુધવારે વહેલી સવારે સરકારને માહિતી આપ્યા વગર અચાનક જ મોટર સાઈકલ પર સવાર થઈને ભટ્ટા-પારસૌલ ગામ પહોંચ્યા અને તેમણે આંદોલન કરી રહેલ ખેડૂતોની મુલાકાત લીધી.

રાહુલ ગાંધી મોટર સાઈકલ પર સવાર થઈને કયા રસ્તેથી અહીં પહોંચ્યા તે વાતની કોઈને પણ જાણ ન થઈ. ભટ્ટા-પારસૌલ પહોંચતા સુધી રાહુલને કોઈ ઓળખી ન શક્યુ કારણ કે તે મોટર સાઈકલ પર સવાર થઈને અહી પહોંચ્યા હતા.

દિગ્વિજયે કહ્યુ કે રાહુલનો આ પ્રવાસ ખેડૂતો પ્રત્યે તેમના પ્રેમનુ ઉદાહરણ છે. માયાવતી સરકાર પર આરોપ લગાવતા સિંહે કહ્યુ કે માયાવતી ખેડૂતોને 500 રૂપિયા વર્ગ મીટરના હિસાબથી વળતર આપી રહી છે, જ્યારે કે તે પોતે જમીન અધિગ્રહણના બદલે અનૈતિક રૂપે 3000 વર્ગ મીટરના હિસાબથી ફાળો વસૂલ કરી રહી છે.

દિગ્વિજયે કહ્યુ કે નોયેડામાં જમીન ગોટાળો થઈ રહ્યો છે, જે 2જી ગોટાળાથી ત્રણ ગણો વધુ છે. તેમણે કહ્યુ કે જ્યારથી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનુ શાસન સમાપ્ત થયુ છે ત્યારથી છેલ્લા વીસ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં જાત-પાત ઘર્મના નામ પર ભાગલા, ભ્રષ્ટાચાર અને કુશાસનની બોલબાલા છે.