રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (15:10 IST)

IPL 10- આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પૂણે સુપરજાયન્ટ્સ વચ્ચે ટકકર

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવમી સિઝનમાં બે વાર ચેમ્પિયન રહી ચુકી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો મુકાબલો આજે પૂણે સુપરજાયન્ટ્સ સામે થશે. IPLમાં શાનદાર ફોર્મ સાથે આગળ વધી રહેલા કોલકાતાને તેની આખરી મેચમાં હૈદરાબાદ સામે આંચકાજનક હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે નબળી શરૃઆત બાદ પૂણે સુપરજાયન્ટ્સે આઇપીએલમાં ખરા સમયે ફોર્મ મેળવી લીધું છે. હવે આજે રાત્રે 8.00 વાગ્યાથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મુકાબલો શરૃ થશે. 
 
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 10 દસમાંથી સાત મેચ જીતી છે, જ્યારે તેમને બે માં હારનો સામનો કરવો પડયો છે. ગૌતમ ગંભીર ઉપરાંત રોબિન ઉથપ્પા અને મનીષ પાંડેના જબરજસ્ત ફોર્મને સહારે આગળ વધી રહેલી કોલકાતાની ટીમ માટે હૈદરાબાદ સામેનો હાર  રિયલીટી ચેક સમાન હતો. આજે કોલકાતા જીતીને નોકઆઉટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રયાસ કરશે. તેઓને આ માટે 16 પોઈન્ટ સુધી પહોંચવું પડશે.  
 
કેપ્ટન સ્મિથ, ધોની, તાહીર, ઝામ્પા જેવા ખેલાડીઓ ટીમને જીત તરફ અગ્રેસર કરવા માટે ઉત્સુક છે. પૂણે 10 મેચમાં૦12 પોઈન્ટ મેળવી ચૂક્યું છે. હવે બાકીની ચારમાંથી તેમને ત્રણ મેચ જીતવી પડે તેમ છે. જેના માટે આજનો મુકાબલો કશ્મકશનો બની રહેશે.