રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : સોમવાર, 4 ઑક્ટોબર 2021 (23:31 IST)

IPL 2020: રોમાંચક હરીફાઈમાં દિલ્હી કૈપિટલ્સે CSK ને પછાડ્યુ, ટોપ પર પહોંચી પંતની પલટન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે(Delhi Capitals) ચેન્નઈ સુપર કિંગ્સને(Chennai Super Kings) 3 વિકેટથી હરાવ્યુ. પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવ્યા હતા, જે દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને મેળવી લીધા હતા. અંબાતી રાયડુની હાફ સેંચુરીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ 136 રનના સ્કોર સુધી પહોંચી શકી. ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ રાયડુએ અણનમ 55 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 18 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ પણ જલ્દી જલ્દી  પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે કે બીજી બાજુ કેપ્ટન રિષભ પંત પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
 
દિલ્હીને છેલ્લા 3 બોલમાં બે રનની જરૂર હતી, પરંતુ બ્રાવોની ડિલિવરી લેગ-સ્ટમ્પની બહાર હતી અને નવા બેટ્સમેન કાગિસો રબાડાએ તેને ફાઇન લેગ તરફ ફ્લિક કર્યો અને તેની ટીમને વિજય અપાવ્યો. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ IPL 2021 પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે.