સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : બુધવાર, 30 માર્ચ 2022 (23:18 IST)

RCB vs KKR IPL 2022 Live Score: ટિમ સાઉદીએ કેકેઆરને કમબેક કરાવ્યુ, એક જ ઓવરમાં લીધી 2 વિકેટ

RCB vs KKR
RCB vs KKR IPL 2022 Live Score: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની છઠ્ઠી મેચમાં આજે  એટલે કે બુધવારે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB) સામે ટકરાશે.  બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગ ઘણી નિરાશાજનક રહી છે. KKRએ 98 રન સુધી પોતાની 8 વિકેટ ગુમાવી દીધી છે. 14 ઓવર પછી ટીમનો સ્કોર 8 વિકેટે 99 રન છે. વેંકટેશ ઐયર (10), અજિંક્ય રહાણે (9), નીતિશ રાણા (10), સુકાની શ્રેયસ ઐયર (13), સુનીલ નારાયણ (12), શેલ્ડન જેક્સન (0), સેમ બિલિંગ્સ (14) અને આન્દ્રે રસેલ (25) આઉટ થયા છે. રહી છે બેંગ્લોર માટે વાનિન્દુ હસરાંગાએ ત્રણ અને આકાશ દીપ અને હર્ષલ પટેલે બે-બે જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
 
ટી20 ક્રિકેટમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પાવર હિટર આન્દ્રે રસેલની આ 400મી મેચ છે.કોલકાતાએ તેની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાફ ડુ પ્લેસિસની કપ્તાની હેઠળની આરસીબી ટીમની કોશિશ આ મેચમા પોતાની ટીમને જીતાડવાની રહેશે,   જ્યારે કે બીજી બાજુ શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની  કેકેઆર પોતાની જીતનો પ્રક્રિયા જાળવી રાખવાની કોશિશ કરશે.
 

11:17 PM, 30th Mar
 
RCB vs KKR Live: મેચ રોમાંચક બની, સાઉદીએ એક જ ઓવરમાં 2 વિકેટ લીધી
ટિમ સાઉથીએ એક જ ઓવરમાં શાર્ફેન રધરફોર્ડ અને વાનિન્દુ હસરંગાને આઉટ કરીને કોલકાતાને મેચમાં વાપસી કરાવી હતી. બેંગ્લોરને જીતવા માટે હજુ 12 બોલમાં 17 રન બનાવવાના છે જ્યારે તેની માત્ર ત્રણ વિકેટ બાકી છે.

 ટિમ સાઉદીએ કેકેઆરને કમબેક કરાવ્યુ, બેંગલોર 107/6
ટિમ સાઉથીએ શેરફેન રધરફોર્ડને વિકેટકીપર શેલ્ડન જેક્સનના હાથે કેચ કરાવીને કોલકાતાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રધરફોર્ડે 40 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 28 રન બનાવ્યા હતા.