રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated :મુંબઈ , સોમવાર, 1 મે 2023 (13:29 IST)

IPL 2023: મુંબઈ ઈંડિયંસને 6 બોલમાં 17 રનની હતી જરૂર, આ ખેલાડીએ સતત 3 સિક્સર મારીને અપાવી રેકોર્ડ જીત

આઈપીએલ 2023માં રવિવારે રોહિત શર્માનો 36મો જન્મદિવસના અવસર પર રમાયેલી 1000મી મેચમાં મુંબઈ ઈંડિયન્સને જીત માટે 213 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. આ લક્ષ્યનો પીછો કરતા ટીમે 6 વિકેટના નુકશાન પર 3 બોલ બાકી રહેતા જીત મેળવી.  ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન ટિમ ડેવિડએ મુંબઈની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે 14 બોલમાં અણનમ 45 રન બનાવ્યા. આ દાવ દરમિયાન તેમણે 2 ચોક્કા અને 5 સિક્સર મારી.  આ દાવ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 321.43 રહ્યો.  
 
જેસન હોલ્ડરની બોલ પર લગાવી સતત 3 સિક્સર 
 
જીત માટે અંતિમ ઓવરમાં મુંબઈને 17 રનની જરૂર હતી અને સ્ટાઈક પર ટિમ ડેવિડ હતા. રાજસ્થાનના કપ્તાને બોલ અનુભવી જેસન હોલ્ડરના હાથમાં આપી પણ તેઓ મુંબઈને જીતવાથી રોકી ન શક્યા. તેમણે 20મી ઓવર ની અંતિમ બોલ પર સતત ત્રણ સિક્સર મારી અને મુંબઈએ આઈપીએલના ઈતિહાસમાં 1000મી મેચ પોતાને નામે કરી લીધી. 

ઈડન ગાર્ડન્સ પર અપાવી ચેઝમાં સૌથી મોટી જીત 
 
મુંબઈની આ જીત વાનખેડે સ્ટેડિયમમાં કોઈપણ ટીમ દ્વારા આટલા મોટા લક્ષ્યનો પીછો કરતા મેળવેલી સૌથી મોટી જીત છે. ટિમ ડેવિડ  દાવના 16મી ઓવરમાં બેટિસ માટે મેદાનમાં ઉતર્યા હતા. સૂર્યકુમાર યાદવ 29 બોલમાં 55 રન બનાવીને બોલ્ટની બોલ પર આઉટ થયા, આવી સ્થિતિમાં યુવા તિલક વર્માની સાથે ટીમને જીત અપાવવાની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. તિલક અને ડેવિડે બહુ ઓછા સમયમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 23 બોલમાં અણનમ 62 રનની ભાગીદારી કરી હતી.