IPL Auction 2023 Live Updates: IPL 2023 ની મોસ્ટ અવેટેડ મીની ઓક્શન શરૂ થઈ ગયુ છે. આ હરાજી કોચીમાં થઈ રહી છે. ટેબલ પર કુલ 405 ખેલાડીઓ દાવ પર છે, જેમાંથી 300થી વધુ ખેલાડીઓ નિરાશ થશે.
સ્ટોક્સને સીએસકેએ ખરીદ્યા
બેન સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 રૂપિયામાં પોતાની સાથે જોડી લીધો છે. તેમની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
કૈમરૂન ગ્રીનને મુંબઈ ઈંડિયંસે ખરીદ્યા
ઓસ્ટ્રેલિયાઈ ઑલરાઉંડર કૈમરૂન ગ્રીનને મુંબઈ ઈંડિયંસે 17.50 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી લીધો છે. તેઓ આઈપીએલ ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડી છે.
જેસન હોલ્ડરને રાજસ્થાને ખરીદ્યા
ઓલ રાઉંડર જેસન હોલ્ડરને રાજસ્થાન રોયલ્સે 5.75 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી લીધા છે. તેમની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.
સિકંદર રજાને પંજાબ કિંગ્સે ખરીદ્યા
સિકંદર રજાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયાની બેસ પ્રાઈઝ પર પોતાની સાથે જોડ્યા છે. પહેલીવાર તેઓ ઓક્શનમાં આવ્યા છે.
ઓડિયન સ્મિથ ગુજરાતની સાથે થયા
ઑડિયન સ્મિથને ગુજરાત ટાઈટંસે 50 લાખની બેસ પ્રાઈઝ પર જ ખરીદી લીધા છે.
સૈન કરનને પંજાબ કિંગ્સે ખરીદ્યા
ઈગ્લેંડના ઓલરાઉંડર સૈમ કરન જેમની બેસ પ્રાઈઝ 2 કરોડ હતી. તેમની ઉપર બુલેટની ગતિની જેમ બોલી લાગવી શરૂ થઈ. તેમને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા. તે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે.
શાકિબ અલ હસન રહ્યા અનસોલ્ડ
બાંગ્લાદેશનસ ટી20 અને ટેસ્ટ કપ્તાન શાકિબ અલ હસનની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી. તેમને કોઈએ પણ ખરીદ્યા નથી
- રાઈલી રૂસો અનસોલ્ડ
દક્ષિણ આફ્રિકાની જ્વલંત બેટિંગ કરનાર રાઈલી રૂસોને કોઈએ ખરીદ્યો નથી. તેમની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી
- જૉ રુટ અનસોલ્ડ
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી જો રૂટને કોઈ ટીમે ખરીદ્યો નથી. તેમની બેસ પ્રાઈઝ 1 કરોડ હતી.
- અજિંક્ય રહાણેને CSKએ ખરીદ્યો
અજિંક્ય રહાણેને ચેન્નઈ સુપર કિંગ્સે તેમની બેસ પ્રાઈઝ 50 લાખમાં જ ખરીદ્યા છે. અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતા
- SRH એ મયંક અગ્રવાલને ખરીદ્યો
મયંક અગ્રવાલ, જે પહેલા પંજાબ કિંગ્સનો કેપ્ટન હતા, આ વખતે મિની ઓક્શનમાં તેમની બેઝ પ્રાઈસ 1 કરોડ હતી. ચેન્નઈ અને પંજાબની શરૂઆતી ટક્કર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે તેમને 8.25 કરોડમાં પોતાની સાથે જોડી લીધા છે.
- SRH હેરી બ્રૂકને ખરીદી લીધા છે.
ઈંગ્લેન્ડના જ્વલંત બેટ્સમેન હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. તેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ હતી. બ્રુકને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી.
- કેન વિલિયમસનને ગુજરાતે ખરીદ્યો
કેન વિલિયમસનને પહેલી બોલી લાગી અને તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી. તેમને ગુજરાત ટાઇટન્સે તેમની બેઝ પ્રાઈઝમાં જ ખરીદ્યા હતા.
- 405 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે
આજે યોજાનારી મીની હરાજીમાં 10 ટીમો વચ્ચે કુલ 405 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આમાંથી માત્ર 87 ખેલાડીઓને જ ખરીદવામાં આવશે. આ હરાજી માટે 991 ખેલાડીઓએ પોતાના નામ મૂક્યા હતા. પરંતુ આગળના તબક્કા માટે માત્ર 405 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.